પ્રધાનમંત્રી મોદીએ વિશાખાપટ્ટનમને 10,500 કરોડની ભેટ આપી


  • Published By :
  • Published Date : 2022-11-12 17:42:35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમને 10 હજાર 500 કરોડથી વધુ રૂપિયાની યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. વિપ્લવ વીરુડુ અલ્લુર સીતારામરાજુની 125મી જન્મ જયંતી નિમિતે સભા સંબોધી હતી. 

હવે વન નેશન વન ફર્ટીલાઈઝર હશેઃ પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પુનર્વિકાસની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં કુલ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 150 કરોડના ખર્ચે બનતા વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ છ માર્ગીય ગ્રીનફિલ્ડ રાયપુર- વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોરના આંધ્રપ્રદેશ વિભાગનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના 3750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.