દેશવાસીઓ પાસેથી વડાપ્રધાન મોદીએ માગ્યા સૂઝાવ, નમો એપ પર આપી શકશે માહિતી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-13 16:23:11

મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરતા હોય છે. 25 ડિસેમ્બરના રોજ 2022ની છેલ્લી મન કી બાતમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. ત્યારે આ વખતે મન કી બાતમાં કઈ બાબત પર ચર્ચા કરવી તે અંગે દેશવાસીઓ પાસેથી સૂજાવ મંગાવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી અપી હતી.


23 ડિસેમ્બર સુધી આપી શકાશે સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 96મી વખત મન કી બાતમાં સંબોધન કરવાના છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે. ત્યારે આ વખતે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી તે અંગે વડાપ્રધાન મોદીએ લોકો પાસેથી રાય માંગી છે. ટ્વિટર પર તેમણે ટ્વિટ કરતા કહ્યું કે 25 ડિસેમ્બરના રોજ 2022નું અંતિમ મન કી બાત કાર્યક્રમ થવાનો છે. હું તમારા નવા વિચાર જાણવા ઉત્સુક છું. નમો એપ પર અથવા તો 1800-11-7800 પર પોતાનો સંદેશ રેકોર્ડ કરી મારા સુધી પહોંચાડવો. 23 ડિસેમ્બર સુધી લોકો તેમના સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકે છે.           



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.