ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે સોમવારે યોજાશે. બીજા તબક્કામાં રાજ્યની 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. આમ તો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે પણ ડોર ટુ ડોર અને ઘાટલા બેઠકોનો દોર ચાલું છે. પ્રધાનમંત્રી મોદી પણ કાલે મતદાન કરશે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે સાંજે ફરી એકવાર અમદાવાદ આવી પહોંચશે.
PM મોદી ક્યાં મતદાન કરશે?
PM મોદી આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. આ ઉપરાંત તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી શકે છે. તેઓ બીજા તબક્કામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરશે. અત્રે PM મોદીના માતા હીરાબા 100થી વધુ ઉંમરના છે અને તેઓ દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને મતદાન કરવા માટે જતા હોય છે. આવતીકાલે તેઓ પરિવારના સદસ્યો સાથે મતદાન કરવા માટે જઈ શકે છે.