આજથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. 27 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલવાનું છે. ત્યારે સંસદમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતના આંગણે જી-20 યોજાઈ રહી છે. ભારત પાસેથી વિશ્વની અપેક્ષા વધી રહી છે.
અમૃત કાળમાં અમે આગળ વધી રહ્યા છીએ - પીએમ મોદી
પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું આજે સંસદનો પ્રથમ દિવસ છે. આ સત્ર એટલા માટે પણ જરૂરી છે કે 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા. 15 ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણ થયું અને અમે અમૃત કાળમાં આગળ વધ્યા.
વૈશ્વિક સ્તરે ભારતને આગળ વધારાના પ્રયત્નો કરાશે - પીએમ
પોતાના સંબોધનમાં તેમણે વિકાસની વાત કરતા રહ્યું કે આ સત્રમાં દેશને વિકાસની નવી ઉંચાઈઓ તરફ આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન વૈશ્વિક સ્તરે દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરાશે જેને લઈ યોગ્ય અને જરૂરી નિર્ણયો લેવાશે.
રાજકીય પાર્ટીઓને સંસદ ચાલે તે માટે સહયોગ આપવા અપીલ કરી
સંસદમાં થતી ચર્ચાઓ ઘણી વખત ઉગ્ર બની જતી હોય છે. જેને કારણે સત્રને ખારીજ કરી દેવામાં આવે છે, કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આની પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે બધા રાજકીય પક્ષો આ સત્ર દરમિયાન ચર્ચાના સ્તરમાં વૃદ્ધિ થાય. પોતાના વિચારોથી નિર્ણયોને નવી તાકાત એવું દિશા મળશે.