Surendranagarમાં પ્રાથમિક શાળાના બાળકોને BJPના સદસ્યો બનવવામાં આવ્યા, આચાર્ય રજા પર ઉતર્યા


  • Published By :
  • Published Date : 2024-09-09 18:33:11

દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.... ભાજપ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યમાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે... ભાજપના સભ્યો બનાવવા માટે નેતાઓ, સાંસદો, કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.... લોકો સામેથી જોડાય ત્યાં સુધી વાંધો નથી... એ એમની પસંદગીનો વિષય છે.. પણ ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં બાળકોનો ઉપયોગ થાય એ કેટલું યોગ્ય છે... બાળકોને સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવામાં આવ્યા આ કેટલું યોગ્ય? 

ટાર્ગેટ પૂરો કરવા બાળકોને પાર્ટીમાં જોડી દેવાયા! 

દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે પાર્ટીમાં વધુને વધુ સભ્યો જોડવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના ભુલકાઓને ભાજપમાં જોડી દેવાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે એવી માહિતી સામે આવી છે..... 


આવા ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં થયા વાયરલ 

ભાજપના સભ્યો તરીકે રજિસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો છે....એટલું જ નહીં, શાળામાંથી તમામ બાળકોને વાલીનો ફોન ફરજિયાત લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.. અને મેસેજ પણ કરવામાં આવ્યો હતો.... ધોરણ 9ના અનેક વિદ્યાર્થીઓને ભારતનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટોઝ પણ વાયરલ થયા છે... જેના કારણે વિવાદ થયો છે... 


શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી!

બીજી બાજુ આ વિવાદ થતા શાળાને તાળા મારી શિક્ષકો ફરાર થઈ ગયા છે... મીડિયાને જોતા શાળાના ઓરડા અને બારી બારણાં બંધ કરી શિક્ષકોએ શાળામાંથી ચાલતી પકડી હતી.. પ્રાથમિક શાળાના બાળકોને સભ્ય બનાવ્યા બાદ એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવા આટલું બધું દબાણ કેમ? એવું કહેવાઈ રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.... વાલીઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે શાળાના પ્રિન્સિપાલના કહેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે..... 


વિદ્યાર્થીઓને કેવી રીતે પાર્ટીના સદસ્ય બનાવી શકાય?

સવાલ એ છે કે તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે... વિદ્યાર્થીઓને કેમ રાજકીય અખાડામાં ઉતારવામાં આવી રહ્યાં છે... કેમ કે ધોરણ 8થી 9ના વિદ્યાર્થીઓ છે જેમની ઉંમર મેક્સિમમ 13થી 15 વર્ષની હોય.... 18 વર્ષની ઉમર પહેલા તો મતદાન માટેનો પણ અધિકાર નથી મળતો ટાર્ગેટ પૂરો કરવા માટે બાળકોને કેમ નિશાન બનાવવાના? રાજકીય પાર્ટીના સદસ્ય કેવી રીતે બનાવી શકાય?... આ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવશે કે પછી રાજકીય કાર્યો કરશે?



વિવાદ સામે આવ્યા બાદ શું કહ્યું શાળાના આચાર્યએ?

વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઇએ શાળામાં કોઇ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે અમારી શાળાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જો કે આચાર્ય રજા પર ઉતરી ગયા છે... બીજી વાત કે આટલી ઉમરના વિદ્યાર્થીઓને તો શાળામાં પણ મોબાઈલ લઈને આવવાનું અલાઉડ નથી હોતું તો ભાજપ માટે નિયમો તોડવામાં આવ્યા એવું થયુને? રાજનેતાઓ કે રાજકીય માણસો પોતાના રાજકીય રોટલા શેકવાનું માધ્યમ બાળકોને કેમ બનાવી રહ્યાં છે.... તમારુ આ મુદ્દે શુ માનવુ છે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો..



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .