દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવસી દરમિયાન નાસ્તો બનાવવામાં આવતો હોય છે. આ દિવસો દરમિયાન તેલનો ઉપયોગ વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળીના સેલિબ્રેશનમાં મોંઘવારી નડતરરૂપ થઈ શકે છે. મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને મળ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બામાં 100 રુપિયાનો વધારો કરાયો છે. રાજકોટમાં જે ડબ્બો પહેલા 1500ની આસપાસ મળતો હતો તે હવે 1600ની આસપાસ મળશે.
દિવાળી દરમિયાન ખાદ્યતેલનો વધારે હોય છે વપરાશ
મોંઘવારી પ્રતિદિન વધી રહી છે. જે વસ્તુઓ પહેલા ઓછી કિંમતમાં મળતી હતી તે પણ આજે મોંઘા ભાવે મળી રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ સતત મોંઘી થઈ રહી છે. તહેવારના સમયે મોંઘવારી વધે છે તેની સીધી અસર મધ્યમવર્ગીય પરિવાર પર પડતી હોય છે. મોંઘવારી વધતી જાય છે જેને કારણે મધ્યમપરિવારને ભોગવવાનો વારો આવે છે. દિવાળી સમયે તેલનો વપરાશ વધારે થતો હોય છે. આ સમય દરમિયાન તેલની માગ ઘરોમાં સામાન્ય દિવસો કરતા વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો ઝિંકાયો છે.
એક જ દિવસમાં પ્રતિ ડબ્બે આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો
દિવાળી સમય તેલની માગ વધતી હોય છે. તહેવારને લઈ નાસ્તા વગેરે પણ બનતા હોય છે જેમાં તેલનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. તેલમાં જ નાસ્તા તળવામાં આવે છે. ત્યારે દિવાળી પહેલા ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો કપાસિયા તેલ પર કરાયો છે. થોડા દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે આજે કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયા એકસાથે વધારી દેવામાં આવ્યા છે. 1510ની આસપાસ મળતો ડબ્બો ભાવ વધારા બાદ 1610માં મળશે. સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ તહેવાર સમયે ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
લગ્નની સિઝન દરમિયાન પણ વધી શકે છે તેલના ભાવ
દિવાળીના તહેવાર બાદ લગ્નની સિઝન પણ શરૂ થવાની છે. લગ્નની સિઝન આવતા જ તેલની માગમાં વધારો થઈ જશે. જો ખાદ્યતેલના ભાવમાં જ વધારો થઈ જશે તો અનેક વસ્તુઓ પર આ ભાવ વધારાની સીધી અસર થશે. સિંગતેલના ભાવમાં પણ આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે.