કેન્દ્ર સરકારે સોમવારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓ માટે સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત પોલીસમાંથી રાજકોટના પૂર્વ જોઈન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત રાજયના 20 પોલીસકર્મીની પ્રેસિડેન્ટ મેડલ (PPM)માટે પસંદગી કરાઈ છે. ગુજરાત પોલીસના ખુરશીદ અહેમદ સહિત અન્ય 2 અધિકારી અને 18 પોલીસ જવાનને સન્માન મળશે.
ગૃહ મંત્રાલયે કરી જાહેરાત
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 01 CRPF જવાનને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG), 229ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG), 82ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ((PPM) એનાયત કરવામાં આવ્યો છે. 642ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સ જમ્મુ અને કાશ્મીરને મળ્યા છે, પોલીસ (55), મહારાષ્ટ્ર પોલીસ (33), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (27) અને છત્તીસગઢ પોલીસ (24)ને સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સની જાહેરાત કરવામાં આવી છે.
(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)