હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે માહિતી સામે આવી છે કે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમર પુતીનને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિવારે રાતે જ્યારે તે પોતાના બેડરૂમમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક એટેક આવ્યો હતો. ડોક્ટરના પ્રયત્નોને કારણે તેમનો જીવ બચ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે.
ટેલિગ્રામ ચેનલમાં કરાયો આ દાવો
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને હાર્ટ એટેક આવ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. એક ટેલિગ્રામ ચેનલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. પુતિનની તબિયત ખરાબ છે તેવી માહિતી છેલ્લા એક વર્ષથી સામે આવી રહી હતી. ગયા વર્ષે આવી અનેક વાતો સામે આવી છે. મહત્વનું છે આ સમાચાર ત્યારે સામે આવ્યા છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલી રહી છે.