આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે. જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. આવતી કાલે ઇ-વિધાનસભાના લોન્ચિંગ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઇને છાપવામાં આવેલા આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના સ્થાને પ્રેસિન્ડેન્ટ ઓફ ભારત દર્શાવામાં આવ્યુ છે.
રાષ્ટ્રપતિનું ગુજરાતમાં આગમન
ગુજરાત વિધાનસભાના આમંત્રણ પ્રત્રિકામાં President of Bharat લખવામાં આવ્યું છે.ગુજરાત વિધાનસભાની કામગીરી પેપરલેસ બનાવવા માટે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે કરવામાં આવવાનું છે. તેના માટે રાષ્ટ્રપતિ મૂર્મુ ગુજરાત આવી રહ્યાં છે. 13મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમના નિમંત્રણ કાર્ડમાં પણ President of Bharat લખતા હવે દેશનું નામ બદલવાની વાતને હવા મળી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યુ?
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને પાઠવવામાં આવેલી આમંત્રણ પ્રત્રિકા આ અંગે સંસદિય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, 'આમંત્રણ પ્રત્રિકામા President of Bharat લખવામાં આવ્યું છે. સનાતન સાથે જોડાયેલા ભારત શબ્દ રાજા ભરત પરથી ભારત શબ્દ આવ્યો છે. ભૂતકાળમાં ગુલામી કાળમાં જે નિશાનો હતા, તે બધા નિશાનો મિટાવીને આ નામ પોતાની પરંપરા મુજબ રાખેલું છે અને ભારત નામ સ્વાભાવિક છે. હવે અંગ્રેજી નામોની આપણે જરૂર નથી. આખા દેશમાં દરેક લોકો ભારત સાથે જોડાયેલા છે, ભારત શબ્દથી જોડાયેલા છે. જી-20માં ભારત લખાયુ છે અને હવે દરેક જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે."