પેલેસ્ટિનિયન ચરમપંથી જૂથ હમાસે શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં અનેક રોકેટ હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા 700 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ થયા. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને દાવો કર્યો છે કે ચરમપંથી જૂથ હમાસ અને યહૂદી રાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા 11 અમેરિકનો માર્યા ગયા છે.રાષ્ટ્રપતિ જો બિડેનને ટાંકીને વ્હાઇટ હાઉસે કહ્યું કે આ યુદ્ધમાં ઘણા અમેરિકન લોકો જેમણે ઇઝરાયેલ નાગરિકતા પણ મારવામાં આવી છે. માર્યા ગયેલા અમેરિકન લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જો બિડેને વધુમાં કહ્યું કે 'દેશમાં હોય કે વિદેશમાં, અમેરિકન નાગરિકોની સુરક્ષા મારા માટે પ્રથમ આવે છે. રાષ્ટ્રપતિ બિડેને હમાસ દ્વારા પકડાયેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે અમેરિકન અધિકારીઓને દરેક મોરચે ઇઝરાયલના અધિકારીઓ સાથે કામ કરવાની સૂચના આપી છે. બિડેને પણ હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી છે.
રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર નિક્કી હેલી પણ કર્યું ઈઝરાયેલનું સમર્થન
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ચાલી રહેલા નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી અને અન્ય પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન નેતાઓએ હમાસના અણધાર્યા હુમલામાં સેંકડો લોકોના મોત બાદ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. હેલીએ રવિવારે 'એનબીસી ન્યૂઝ'ને કહ્યું, 'હમાસ અને તેને ટેકો આપતી ઈરાની સરકાર 'ઈઝરાયલનો અંત, અમેરિકાનો અંત' ના નારા લગાવી રહી હતી. આપણે આ યાદ રાખવાનું છે. આપણે ઇઝરાયેલની સાથે છીએ કારણ કે હમાસ, હિઝબુલ્લાહ, હુથી અને ઈરાન સમર્થકો અમને નફરત કરે છે.' વધુમાં તેમણે કહ્યું, 'આપણે યાદ રાખવું પડશે કે જે કંઈ ઈઝરાયેલ સાથે થયું છે તે અમેરિકામાં પણ થઈ શકે છે. હું આશા રાખું છું કે આપણે બધા એક થઈને ઈઝરાયેલની સાથે ઊભા રહેવું પડશે, કારણ કે તેમને અત્યારે આપણી ખરેખર જરૂર છે.' હેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને 'તેમને (હમાસ) ખતમ કરવા કહ્યું હતું.' જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાની રેસમાં રહેલા રામાસ્વામીએ કહ્યું કે ઈઝરાયેલ પરના હુમલાથી અમેરિકાએ એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે કે તે પોતાની સરહદોની સુરક્ષાને લઈને બેદરકાર ન રહી શકે.
#WATCH | Explosions rock Gaza after Israel airstrikes, following Hamas' attack on Israel.
(Video: Reuters) pic.twitter.com/ishnovMFq3
— ANI (@ANI) October 9, 2023
2007થી ગાઝા પટ્ટી પર હમાસનું શાસન
#WATCH | Explosions rock Gaza after Israel airstrikes, following Hamas' attack on Israel.
(Video: Reuters) pic.twitter.com/ishnovMFq3
હમાસ એ પેલેસ્ટિનિયન ઇસ્લામિક આતંકવાદી જૂથ છે, જે 2007 થી ગાઝા પટ્ટી પર શાસન કરી રહ્યું છે. ગાઝા પટ્ટીની વસ્તી લગભગ 23 લાખ છે. તે 41 કિલોમીટર લાંબો અને 10 કિલોમીટર પહોળો વિસ્તાર છે જે ઇઝરાયેલ, ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્રથી ઘેરાયેલો છે.