2 દિવસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાત આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રેસિડન્ટ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ, વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે.
વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ લેશે ભાગ
રાષ્ટ્રપતિએ પોતાના પ્રવાસની શરૂઆત ગાંધી આશ્રમ ખાતેથી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે બાદ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરવાના છે જેમાં 373 કરોડના ખર્ચે ટ્રોમાં સેન્ટર બનવાનું છે.
અનેક કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પોતાના પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ અનેક સ્ટાર્ટઅપને પણ લોન્ચ કરવાના છે. સ્ટાર્ટઅપ લોન્ચ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 'herstart' લોન્ચ કરશે. ઉપરાંત અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ તેમજ આદિવાસી વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટિ હોસ્પિટલનું પણ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે.