દેશના 13 રાજ્યમાં નવા રાજ્યપાલોની નિમણૂક, રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-12 15:21:50

દેશના 13 રાજ્યોને નવા રાજ્યપાલો મળ્યા છે, રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુએ આજે રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ગુલાબચંદ કટારિયાને આસામના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તો સીપી રાધાકૃષ્ણને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજેન્દ્ર વિશ્વનાથને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ (નિવૃત્ત) એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ છે 13 રાજ્યોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નર


1-ગુલાબ ચંદ કટારિયા રાજ્યપાલ, આસામ 

2- રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યપાલ, બિહાર

3-શિવ પ્રતાપ શુક્લા, રાજ્યપાલ, હિમાચલ પ્રદેશ

4-રમેશ બૈસ, રાજ્યપાલ, મહારાષ્ટ્ર  

5- નિવૃત્ત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર, રાજ્યપાલ, આંધ્રપ્રદેશ

6- બિસ્વા ભૂષણ હરિચંદન, રાજ્યપાલ, છત્તીસગઢ

7- અનુસુયા ઉઇકે, રાજ્યપાલ, મણિપુર

8- એલ. ગણેશન, રાજ્યપાલ, નાગાલેન્ડ

9- ફાગુ ચૌહાણ, રાજ્યપાલ, મેઘાલય

10- સીપી રાધાકૃષ્ણન, રાજ્યપાલ, ઝારખંડ 

11-લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, રાજ્યપાલ, સિક્કિમ  

12- બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રા, લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખ 

13-લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક, રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશ



મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ આપ્યું રાજીનામું 


કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએનું રાજીનામું સ્વીકારી લીધું છે. નોંધપાત્ર વાત એ છે કે ભગતસિંહ કોશ્યારી ત્યાં સતત વિવાદોમાં ફસાયા હતા. હાલમાં જ એક કાર્યક્રમમાં આપેલા તેમના નિવેદનને લઈને ઘણો હોબાળો થયો હતો. રાજ્યના તમામ રાજકીય પક્ષોએ તેમની આકરી ટીકા કરી હતી. આ પછી, આ પદ પર ચાલુ રાખવાની અનિચ્છા દર્શાવવાની સાથે, તેમણે કેન્દ્ર સરકારને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. જેને કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું અને તેમને પદ પરથી મુક્ત કર્યા હતા.


જસ્ટિસ અબ્દુલ નઝીર બન્યા આંધ્ર પ્રદેશના રાજ્યપાલ


જસ્ટિસ અબ્દુલ એસ નઝીર ગયા મહિને સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. વિદાય વખતે, નોટબંધીને યોગ્ય ઠેરવવાનો ચુકાદો આપ્યો કર્યો, અયોધ્યા કેસનો નિર્ણય કરનાર બેંચમાં હતા. આજે રાષ્ટ્રપતિએ તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.


બીડી મિશ્રા લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાધા કૃષ્ણ માથુરનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ, બ્રિગેડિયર (ડૉ.) બી.ડી. મિશ્રા (નિવૃત્ત)ને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..