અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પએ આખરે ગઈકાલે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે ૧:૩૦ વાગે વિશ્વના
મોટા ભાગના દેશો પર રેસિપ્રોકલ એટલે કે , જેવા સાથે તેવા
ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. આપણા ભારત પર ૨૬ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો
છે. ટ્રમ્પએ આ ટેરિફ વિસ્ફોટ કરતા પેહલા સ્પષ્ટ કરી દીધું છે કે , વિશ્વના દેશો ઇચ્છતા હોય કે અમરિકા ટેરિફ હળવા કરે તો પેહલા
પોતે અમેરિકન વસ્તુઓ પર લગાવવામાં આવતા ટેરિફમાં પોતપોતાના દેશોમાં ઘટાડો કરે,
સાથે શૂન્ય ટેરિફ જોઈતું હોય અમેરિકામાં ઉત્પાદન
કરો.તો
આવો જાણીએ ડોનાલ્ડ
ટ્રમ્પના આ ટેરિફ વિસ્ફોટ વિશે વિસ્તારથી...
બીજી એપ્રિલ કે જેને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આર્થિક સ્વતંત્રતાનો દિવસ ગણે છે. આ જ દિવસ પર તેમણે વિશ્વના મોટા ભાગના દેશ પર રેસિપ્રોકલ ટેરિફ જાહેર કર્યા છે. ભારત પર તેમણે ડીસ્કાઉન્ટ સાથે ૨૬ ટકા ટેરિફની જાહેરાત કરી છે.અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આ જાહેરાત કરવા માટે એક ચાર્ટ લઇને આવ્યા હતા . જેમાં એક તરફ અલગ અલગ દેશના નામ હતા તો બીજી બાજુ અમેરિકન વસ્તુઓ લકહી હતી જેમાં કયો દેશ, કેટલો ટેરિફ લગાડે છે તે દર્શાવ્યું હતું.
હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.
વાત કરીએ આપણા પાડોશી દેશમાં લાગેલા ટેરિફની વાત કરીએ તો, ચાઇના પર ૩૪ ટકા, વિયેતનામ પર ૪૬ ટકા, બાંગ્લાદેશ પર ૩૭ અને થાઈલેન્ડ પર ૩૬ ટકા લગાવવામાં આવ્યો છે.જાપાન પર આપણા કરતા ઓછો એટલેકે, ૨૪ ટકા ટેરિફ , સાઉથ કોરિયા પર ૨૫ ટકા ટેરિફ , મલેશિયા પર ૨૪ ટકા ટેરિફ લગાડાયો છે. વાત કરીએ યુરોપીયન યુનિયનની તો તેની પર ૨૦ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પએ આ બધા જ ટેરિફ ડિસ્કાઉન્ટ સાથે લગાડ્યા છે. આ તમામ વચ્ચે ભારત માટે એક સારી વાત એ છે કે , ભારત પર વિયેતનામ,બાંગલાદેશ અને ચાઈના કરતા ઓછો ટેરિફ લાદયો છે. માટે હવે ભારત,અમેરિકન માર્કેટમાં ટેક્સટાઇલ અને ગારમેન્ટની સારી નિકાસ માટે માર્ગ મોકળો થશે.આ ટેક્સ્ટાઈલ સેક્ટરમાં વિયેતનામ,બાંગ્લાદેશ અને ચાઈના આપણા મુખ્ય સ્પર્ધક છે.