રાષ્ટ્રપતિ અને PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી


  • Published By :
  • Published Date : 2022-10-24 08:45:37

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને કહ્યું છે કે તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ! પ્રકાશ અને આનંદના આ પવિત્ર તહેવાર પર આપણે જ્ઞાન અને ઉર્જાનો દીવો પ્રગટાવીને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. આ મહાન તહેવાર પર હું તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.


પીએમ મોદીએ ટ્વિટ કરીને દિવાળીની શુભકામના પાઠવી હતી


પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળીનો સંબંધ તેજ અને પ્રકાશ સાથે છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદ્ભુત હોય.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.