દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જાહેરાત કરી હતી કે આવતીકાલથી દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. આ સાથે પાંચમા ધોરણથી ઉપરના તમામ વર્ગો માટે આઉટડોર પ્રવૃત્તિઓ પણ બંધ કરવામાં આવી રહી છે.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છે. વાયુ પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હીમાં જ નથી, પરંતુ ઉત્તર ભારતના ઘણા શહેરોની હવા ખરાબ થઈ ગઈ છે. પ્રદુષણ માટે માત્ર આમ આદમી પાર્ટી જ જવાબદાર નથી. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે આગળ આવવું પડશે.
Delhi | We're taking all steps to control the pollution situation. In lieu of that, we're shutting down all primary schools in Delhi from tomorrow... Also shutting down outdoor activities for all classes above class 5: CM Arvind Kejriwal pic.twitter.com/ji62U4IfN8
— ANI (@ANI) November 4, 2022
સીએમ કેજરીવાલે કહ્યું કે કેજરીવાલને ગાળો આપવાથી હવા સાફ નહીં થાય. આપણે સાથે મળીને આયોજન કરવાની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે અમે ઓડ-ઈવન પર વિચાર કરી રહ્યા છીએ. જરૂર પડ્યે તેનો અમલ કરવામાં આવશે. આદેશ ગુપ્તા કહી રહ્યા છે કે તેમનો પૌત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેમનો પૌત્ર પણ મારો પૌત્ર છે. અમે સાથે મળીને પ્રયાસ કરીશું કે કોઈપણ બાળકને કોઈ સમસ્યા ન આવે.