જામનગરની દાતાર પીરની દરગાહમાં ધુણતી વખતે સગર્ભાના મોતથી અરેરાટી


  • Published By :
  • Published Date : 2023-05-03 21:08:32

જામનગરમાં દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવેલી પોરબંદરની મહિલાનું ધુણતા-ધુણતા મોત થતા હડકંપ મચી ગયો હતો. મૂળ પોરબંદરના છાયા વિસ્તારની વતની ગર્ભવતી મહિલા ધુણતી વખતે અચાનક જ બેશુદ્ધ બની હતી. બાદમાં આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબે તેને જાહેર કરી હતી, આ ઘટનાથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.


મૃતક મહિલા ગર્ભવતી હતી 


આ બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી શાહીસ્તા એજાજભાઈ શેખ નામની 28, વર્ષની મહિલા કે જે પોતાના પરિવાર સાથે જામનગરમાં ખંભાળિયા ગેઈટ મકરાણી પાડામાં આવેલી દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવી હતી, અને તેણીના પેટમાં નવ માસનો ગર્ભ હતો. તે ધૂણતી હતી તે દરમિયાન તે બેભાન થઈ જતા તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે સગર્ભાનું હૃદય બેસી જતાં મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું


પોલીસે શરૂ કરી તપાસ


28 વર્ષીય શાહીસ્તા એજાજભાઈ શેખના મોચ અંગે હાફીઝ ભાઈ એજાજભાઈ શેખે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...