ગુજરાતીઓ માટે એવું કહેવાય છે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાસાળ ગુજરાત... એટલે કે જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ગુજરાતી પરંપરા જોવા મળતી હોય છે. ગુજરાતીઓ ગરબા ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકે છે. કોઈ પણ તહેવાર કેમ ન હોય તે તહેવારની ઉજવણી ગરબા વગર અધૂરી ગણાય. હજી નવરાત્રી આવવાને વાર છે પરંતુ ગુજરાતીઓએ હમણાંથી ગરબાની તૈયારી શરૂ કરી દીધી છે. સુરતમાં એક ગ્રુપે ગઈકાલે રાતે બિફોર નવરાત્રી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો.
Suratમાં Pre Navratri સ્પર્ધાનું આયોજન,5 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 750 જેટલાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં #surat #suratcity #mall #navratri #prenavratri #garba #garbalover #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/IW4sMBp1N9
— Jamawat (@Jamawat3) September 11, 2023
મોલમાં ગરબાની મોજ!
થોડા સમય બાદ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ગણપતિના તહેવારની તૈયારીઓ તો લોકો કરી રહ્યા છે પરંતુ નવરાત્રિ તહેવારની પણ જાણે તૈયારીઓ આરંભી દીધી હોય તેવું લાગે છે. ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ... નવરાત્રિ દરમિયાન ગરબા રમવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક કલાકો સુધી સુરતીઓએ રોકાવવાનું નામ લીધું ન હતું. ખેલૈયા ગ્રુપ દ્વારા ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે ખેલૈયાઓ નવરાત્રીમાં તૈયાર થાય તે જ રીતે મોલમાં રાખવામાં આવેલા ગરબામાં તૈયાર થઈને આવ્યા હતા. ઉધના વિસ્તારમાં આવેલા મોલમાં ખેલૈયાઓ એવા ગરબા રમ્યા હતા જાણે કોઈ પાર્ટી પ્લોટમાં ગરબા રમી રહ્યા હોય.
નવરાત્રિ પહેલા સર્જાયા નવરાત્રિ જેવા દ્રશ્યો!
મહત્વનું છે કે જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને પણ ગરબા કરવા પર મજબૂર કરી દે તેવા છે. એક દિવસ માટે પ્રિ-નવરાત્રિ સ્પર્ધાનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. એક મહિના પહેલેથી જ સુરતીઓમાં ગરબાનો અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. ગરબા ક્લાસ ચલાવતા એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેડિશનલ કપડા પહેરી સુરતીઓએ ગરબામાં ભાગ લીધો હતો.