ચોમાસા પહેલા વરસેલા વરસાદે ખોલી તંત્રની પોલ! અમદાવાદમાં 10 દિવસની અંદર પડ્યા 19 જેટલા ભૂવા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-06 11:26:12

ગુજરાતમાં ચોમાસું આવવાની વાર છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક શહેરોમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ચોમાસા દરમિયાન ભૂવા પડવાની વાત સામાન્ય હોય છે પરંતુ હવે તો કમોસમી વરસાદમાં પણ ભૂવા પડી રહ્યા છે. થોડા સમય પહેલા પડેલા વરસાદને કારણે ભૂવો પડ્યો હતો જેમાં એક ગાડીનો ગરકાવ થઈ ગયો હતો. ત્યારે એક રિપોર્ટ અનુસાર 10 દિવસ દરમિયાન વરસેલા વરસાદને કારણે માત્ર અમદાવાદમાં 19 સ્થળો પર ભૂવા પડ્યા છે.


અમદાવાદમાં 10 દિવસની અંદર 19 જેટલા ભુવા પડ્યા!

ગુજરાત માટે વિકાસશીલ ગુજરાત એવી જાહેરાતો કરવામાં આવતી હોય છે. રાજ્યમાં બધું સારું છે તેવા દાવા અનેક વખત કરવામાં આવતા હોય છે. પરંતુ કુદરત અનેક વખત તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓની પોલ ખોલી દેતી હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કે કારણ કે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. ચોમાસાને હજી વાર છે કે પરંતુ માવઠાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના સમાચાર તેમજ માવઠાને કારણે નુકસાન થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે માવઠાને કારણે અમદાવામાં માત્ર 10 દિવસ જેટલા સમયની અંદર 19 જેટલા ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.      


કમોસમી વરસાદને કારણે પડ્યા મસમોટા ભુવા!

અમદાવાદ માટે સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદે આ દાવા પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદ પડતાં જ અમદાવાદમાં ભૂવા (ખાડા) રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસના સમયની અંદર 19 જેટલા જગ્યાઓ પર ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રસ્તાઓ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ જ્યારે ટકાઉ અને ગુણવત્તાવાળા રસ્તાની વાત કરવામાં આવે ત્યારે શું પરિણામ આપણી સામે આવે છે તે આપણે જાણીએ છીએ. ભૂવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 


આ જગ્યાઓ પર પડ્યા ભુવા!

જો અમદાવાદમાં પડેલા ભૂવાની વાત કરીએ તો માહિતી અનુસાર 22મેના રોજ રાણીપ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો. 26મેના રોજ ફતેવાડી કેનાલ પાસે તેમજ બાવાલવલવી નગર નજીક, જ્યારે 28મેના રોજ સરખેજના શબરી તળાવ પાસે ભૂવા પડ્યા હતા. 29મેના રોજ અંદાજીત 6 જગ્યાઓ પર ભૂવા પડ્યા હતા જેમાં ચિલોડા સર્કલ નજીક, ગેલેક્સી ચાર રસ્તા પાસે, જોગેશ્વરી રોડ ઉપર સહિત અનેક જગ્યાઓ પર ભૂવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર 30મેના રોજ ચાર જેટલી જગ્યાઓ પર ભૂવો પડ્યા હતા જેમાં વાળીનાથ ચોક પાસે, મોહનકૃપા સોસાયટી પાસે ભૂવા પડ્યા હતા. તે સિવાય પહેલી જૂને એક જગ્યા પર ભૂવો પડ્યો, જ્યારે બે જૂનના રોજ બે જગ્યાઓ પર ભૂવા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્રણ જૂને પણ ભૂવો પડ્યો હતો અને પાંચ જૂને પણ રાજેન્દ્ર પાર્ક પાસે ભૂવો પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આમાંથી અનેક ભૂવો પૂરાઈ ગયા છે જ્યારે અનેક જગ્યાઓ પર કામ ચાલૂ છે. 


એક ભૂવાના સમારકામ માટે થાય છે લાખો રુપિયાનો ખર્ચ!

મહત્વનું છે કે હજી સત્તાવાર રીતે ચોમાસુ પણ નથી બેઠું અને આ હાલ છે ત્યારે ચોમાસા દરમિયાન શું હાલ હશે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરતા હોવાની વાતો પણ લોકો કરી રહ્યા છે. જ્યારે ભૂવાનું રિપેરિંગ કરવામાં આવે છે તેની પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પૈસા પાણીની જેમ વહાવામાં આવે છે તે પૈસા જનતાના હોય છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં 100 જેટલા ભૂવા પડ્યા હતા. 2021માં 66 ભૂવા પડ્યા હતા.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.