વડનગર ખાતે યોજાઈ હીરાબા માટે પ્રાર્થના સભા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-01 10:05:57

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 30 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. માતાના અંતિમ દર્શન કરવા તેમજ અંતિમ ક્રિયા કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે હિરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીએ તેમને મુખાગ્નિ આપી હતી. ત્યારે વડનગર ખાતે હીરાબા માટે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન મોદીએ માતાના કર્યા હતા અંતિમ સંસ્કાર 

100 વર્ષની વયે વડાપ્રધાન મોદીની માતા હીરાબાએ દુનિયાથી વિદાય લીધી હતી. તબિયત બગડવાને કારણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ કરાતા પીએમ મોદી તેમની ખબરઅંતર પૂછવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. થોડા સમય રોકાઈ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ હીરાબાના નિધનના સમય સામે આવ્યા. પીએમ મોદીએ આ અંગેની માહિતી આપી હતી. માતાનું અવસાન થતા ગુજરાત આવી પહોંચ્યા હતા અને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.


વડનગર ખાતે રખાઈ પ્રાર્થના સભા

હીરાબાનું અવસાન થતા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. અનેક નેતાઓએ તેમના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પણ હીરાબા માટે દુખ વ્યક્ત કર્યું હતું. વડનગર ખાતે હીરાબાની પ્રાર્થના સભા આયોજીત કરવામાં આવી છે.        



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?