ભારતમાં હિંદુઓની બહેન-બેટીઓ સલામત નથી, દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો: પ્રવિણ તોગડિયા


  • Published By :
  • Published Date : 2023-05-23 14:18:11

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ફરી મેદાનમાં આવ્યા છે. પ્રવિણ તોગડિયાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ એ આપણા દેશમાં હિન્દુઓની દીકરીઓ સલામત નથી તેનો બોલતો પુરાવો છે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવ જેહાદનો ભોગ બનશે. આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવવાની માગ કરવી જોઈએ. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં ઉપસ્થિત રહેલા પ્રવિણ તોગડિયાએ આ નિવેદન કર્યું હતું.


ભારતમાં હિન્દુ સલામત નથી- તોગડિયા


પ્રવિણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંદુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ નહીં થાય તો મક્કા મદિનામાં થશે. ભારતમાં હિન્દુ સલામત નથી. વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા, કાલે એક દીકરીએ આત્મહત્યા કરી પડી. ક્યાં સુધી આ નાટકો ચાલશે, તેને બંધ કરો. આ દેશમાં કોઇપણ હિંદુઓનું નામ લેવાની હિંમત ન કરે એવી તાકાત હિન્દુસ્તાનમાં હિન્દુઓ ઉભી કરો. જ્યાં અશાંતધારો છે ત્યાં એકપણ હિંદુની મિલકત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળને કહીશ કે આંદોલન કરો. જો કોઇ મિલકત વેચાતી હોય તો તેને રોકવાની જવાબદારી સરકારની છે.


દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો 


ધ કેરાલા સ્ટોરી ફિલ્મ મુદ્દે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે તે દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત નથી તેનું ડોક્યુમેન્ટ છે. જો દેશમાં હિન્દુઓની બહેન બેટીઓ સલામત ન હોય તો ઢાકણીમાં પાણી લઇને ડુબી મરવું જોઇએ. અને ફરીથી હિન્દુઓની બહેન બેટીઓ અસલામત ન બને એ માટે આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો કરવાની માગણી કરવી જોઇએ. આ તો ફિલ્મનું માર્કેટિંગ થઇ રહ્યું છે. માની લો કે નાંક કપાઇ જાય તો કપાયેલા નાંકનું માર્કેટિંગ કરાય. ફરીથી નાક ન કપાય તેની વ્યવસ્થા કરવી જોઇએ. નહીંતર કાલે વડોદરા ફિલ્મ બનશે. સુરત અને કર્ણાવતી ફિલ્મ બનશે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન બેટીઓ લવ જેહાદનો ભોગ બને.અમારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનમાં એકપણ બહેન બેટીઓને લવ જેહાદનો ભોગ નહીં બનવા દઈએ.આવુ કરનારાઓને ભારતમાં જડબાતોડ જવાબ આપીશું. અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાવી રહ્યા છીએ. જેમણે જાગીને બાબરની છાતી પર પગ રાખીને રામ મંદિર બનાવ્યું છે.


હિંદુઓને જગાડવા માટે થશે હનુમાન ચાલીસાના પાઠ

 

તોગડિયાએ સવાલ કર્યો હતો કે, રામ નવમી પર જ હુમલાઓ કેમ થઈ રહ્યાં છે. કેમ હિન્દુનો દીકરા કિશન ભરવાડને મારી નાંખવામાં આવે છે. કેમ મહોરમ પર હુમલાઓ નથી થઇ રહ્યાં. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓના જગાડવા માટે દેશના લાખો ગામોમાં અને શહેરોની કોલોનીઓની સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઉઠશે. એક પણ હિન્દુનું નામ લેનારાને જડબાતોડ જવાબ આપવાની તાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂઆત કરી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.