ઘણા સમયથી લવ જેહાજની વાતો થઈ રહી છે. હિંદુ છોકરીઓ મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરે તો તેને લવ જેહાદ કહેવાય પરંતુ જો મુસ્લિમ મહિલાઓ હિંદુ ધર્મનો સ્વીકાર કરે તો? વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ જિલ્લા પ્રાંતિય બેઠક મળી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપતા પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે.
AntarRashtriya Hindu Parishadના રાષ્ટ્રીય અધ્યક્ષ Dr.Pravin Togadiaએ Anti Love Jhihad મુદ્દે શું કહ્યું સાંભળો!#antarrashtriyahinduparishad #drpravintogadia #antilovejhihad #lovejhihad #lovejehad #news #jamawat #jamawatupdate pic.twitter.com/iqgqflPsiu
— Jamawat (@Jamawat3) July 18, 2023
પ્રવીણ તોડગિયાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન!
AntarRashtriya Hindu Parishadના રાષ્ટ્રીય અધ્યક્ષ Dr.Pravin Togadiaએ Anti Love Jhihad મુદ્દે શું કહ્યું સાંભળો!#antarrashtriyahinduparishad #drpravintogadia #antilovejhihad #lovejhihad #lovejehad #news #jamawat #jamawatupdate pic.twitter.com/iqgqflPsiu
— Jamawat (@Jamawat3) July 18, 2023પોતાના નિવેદનમાં પ્રવીણ તોગડિયા કહ્યું હતું કે મારી પાસે એવી માહિતી છે કે, ભારતમાં પણ કરોડ મુસ્લિમ સ્ત્રીઓ હિન્દુ ઘરોમાં આવવાની તૈયારી કરી રહી છે અનેક જગ્યાએથી એવી માહિતી મળી રહી છે. એટલે અત્યાર સુધી લવ જેહાદ હતું અને હવે એન્ટી લવ જેહાદ. પાકિસ્તાનમાંથી આવે તો વડોદરામાંથી કેમ ન આવે? અમદાવાદમાંથી કેમ ન આવે? સાવધાન હવે એન્ટી લવ જેહાદનું પૂર આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં પૂર ચાલી રહ્યું છે. હવે દેશમાં એન્ટી લવ જેહાદ પૂર ઉભુ થયું છે.
સરકાર સમક્ષ મૂકી ચાર માગણીઓ!
આ બેઠકમાં સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકવામાં આવી છે. જો તેમના માંગણીની વાત કરીઓ તો તેમની 4 માંગણીઓ છે. પહેલી માગણી એ છે કે કેન્દ્ર સરકાર મુસ્લિમોની વધી રહેલી વસ્તી રોકવા માટે વસ્તી વધારાનો કાયદો કરે, એન્ટી લવ જેહાદ કાયદો કરે, ધર્માંતરણ વિરુદ્ધ કાયદો કરે અને 3 કરોડ બાંગ્લાદેશીઓને હટાવે.
ડો.ભરત કાનાબારે આપી પ્રતિક્રિયા
આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે ડો.ભરત કાનાબારે ટ્વીટમાં પહેલા જે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું તે લખ્યું અને અને નીચે લખ્યું એક કરોડ મુસ્લિમ સ્ત્રીઓ ભેગી થઇ આવું એક સરખું વિચારીને આવી જેહાદ કરે ?
આવી ઉટપટાંગ વાતો લોકોના માથા પર મારવાનો અર્થ શું ?
દેશમાં આજકાલ “Free for all” જેવો માહોલ છે.
જેને જે મનમાં આવે તે બોલે છે અને જ્ઞાતિ - જાતિ અને ધર્મો વચ્ચે ઝેર ફેલાવે છે.
કમનસીબી એ છે કે આવી વાતો કરનારને કોઈ રુક જાવ કહેનાર નથી.