પ્રવીણ સૂદ બન્યા CBIના નવા બોસ, બે વર્ષનો રહેશે કાર્યકાળ, આ મહત્વના કેસની કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-05-14 17:58:56

કર્ણાટક કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ સૂદની CBIના નવા ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કર્ણાટકના વર્તમાન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રવીણ સૂદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ચીફ તરીકેનો ચાર્જ આગામી 25 મેના રોજ ચાર્જ સંભાળશે. તેઓ CBIના વર્તમાન વડા સુબોધ કુમાર જયસ્વાલનું સ્થાન લેશે. 


ત્રણ સભ્યોની પેનલે કરી પસંદગી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની પેનલે સૂદની પસંદગી કરી છે. CBI ડાયરેક્ટરના નામોની પસંદગી માટે પેનલની બેઠક 13 મે, શનિવારે થઈ હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રવીણ સૂદની ભલામણ સામે અસંમતિ નોંધ રજૂ કરી હતી. અધીર રંજન ચૌધરીના કહેવા પ્રમાણે  ટોચની CBI પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા અધિકારીઓની મૂળ પેનલમાં સુદ નહોતા અને છેલ્લી ક્ષણે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 


કર્ણાટક કોંગ્રેસના નેતા શિવકુમારે કર્યો હતો વિરોધ


ડીજીપી પ્રવીણ સૂદ માર્ચમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે તેમના પર રાજ્યની ભાજપ સરકારને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમારે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની ધરપકડની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે, તેઓ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કેસ નોંધી રહ્યા છે.


આ મહત્વના કેસની કરશે તપાસ

 

પ્રવીણ સૂદ એવા સમયે CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે એજન્સી અનેક સંવેદનશીલ કેસોની તપાસ કરી રહી છે. જેમાં પેગાસસ સ્પાયવેર, કોરોના મહામારી દરમિયાન મેડિકલ સાધનોની ખરીદીમાં કૌભાંડ જેવા મામલાનો સમાવેશ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?