વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવશે. રોઇટર્સના સર્વે અનુસાર, આ વર્ષે જે દાવેદારોના નામ સૌથી ટોચ પર ચાલી રહ્યા છે તેમાં બે ભારતીય યુવાનો પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેરનો સમાવેશ થાય છે. ભારતના પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO),મ્યાનમારની રાષ્ટ્રીય એકતા સરકાર, બેલારુસના વિપક્ષી નેતા સ્વેત્લાનાનો પણ સમાવેશ થાય છે. નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગી નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પાંચેય સભ્યોની નિમણૂક નોર્વેની સંસદ દ્વારા કરવામાં આવી છે.
The winner of the Nobel Peace Prize will be announced at 11am local time on Friday in Oslo, Norway. Here are some of the favorites to win https://t.co/nF3RPBkoSe
— TIME (@TIME) October 5, 2022
કોણ છે પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર?
The winner of the Nobel Peace Prize will be announced at 11am local time on Friday in Oslo, Norway. Here are some of the favorites to win https://t.co/nF3RPBkoSe
— TIME (@TIME) October 5, 2022પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર ભારતની ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ Alt Newsના સ્થાપક છે. ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફેક્ટ-ચેકર્સ પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાના દાવેદારોમાં સામેલ છે. પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર Alt News નામની વેબસાઇટ ચલાવે છે, જે સોશિયલ મીડિયા પર ફેલાતા કથિત ફેક ન્યૂઝની હકીકત તપાસે છે. ટાઈમ મેગેઝિન અનુસાર, ફેક્ટ ચેક વેબસાઈટ Alt Newsના સહ-સ્થાપક, પ્રતિક અને ઝુબેર નોમિનેશનના આધારે નોબેલ પુરષ્કાર જીતવાના દાવેદારોમાં છે, જે નોર્વેના સંસદસભ્યો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ઝુબેરની ધરપકડના સમગ્ર વિશ્વમાં તીવ્ર પડઘા પડ્યા હતા, જેનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો.
શું કહ્યું પ્રતિક સિંહાએ?
Alt Newsના સ્થાપક સહસ્થાપક પ્રતીક સિંહા સાથે જ્યારે જમાવટ મીડિયાએ વાત કરી તો તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જો કે તેમણે ખુબ જ નમ્રતા સાથે કહ્યું કે નોબેલ પીસ માટે અન્ય મજબુત દાવેદારો પણ છે અને ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં જ અમારા અંગે દાવો કરવામાં આવ્યો છે. જો કે શુક્રવારે જ્યારે નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે જ ખરેખર કોને ઈનામ મળ્યું તે સ્પષ્ટ થઈ જશે.