આજે સાંજે PM મોદીના હસ્તે ભવ્યાતિભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો થશે પ્રારંભ, 30 દિવસ સુધી ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-12-14 11:47:36

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી અને મહંત સ્વામીની ઉપસ્થિતીમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરીને મહોત્સવનો શુભારંભ કરાવશે. ભવ્ય શતાબ્દી મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર તૈયાર કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવ સાંજનો  ઉદઘાટન સમારોહ સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ચાલશે.


હેલિકોપ્ટરોથી થશે પુષ્પવર્ષા 


પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે 600 એકરમાં ફેલાયેલા પ્રમુખનગર પર હેલિકોપ્ટરો મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં ક્લિયરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.


વિદેશી મહેમાનોના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા


પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે 24 દેશના વડા આવવાના હોવાથી ચાર્ટર્ડ પ્લેનનો ટ્રાફિક વધશે. તે ઉપરાંત શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે. એક મહિનો ચાલનારા મહોત્સવમાં તેઓ કોઈ એક દિવસે હાજરી આપશે, જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહેશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે તેવું અનુમાન છે. આ વીઆઈપી મહેમાનો માટે અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને અને ફોર સ્ટાર હોટેલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ગયા છે. એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફાઇવ સ્ટાર હોટેલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનો માટે હોટેલોમાં અલગથી ડાઇનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.


ભવ્ય અને વિશાળ ડોમમાં ભારતીય સંસ્કૃતિની ઝલક 


શતાબ્દી મહોત્સવમાં સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ – અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકોમાં શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિઓ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે. પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.  મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?