પ્રાંતિજના ભાજપ MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ સગીરા સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-22 09:19:18

એક સમયના રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને હાલ પ્રાંતિજના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરી એક વખત ગંભીર ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગજેન્દ્ર પરમાર અનેક વખત વિવાદમાં રહેતા હોય છે. થોડા મહિના પહેલા મહિલાએ શારિરીક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વખતે રાજસ્થાનમાં સગીર દીકરીની માતાએ દીકરી સાથે શારિરીક હડપલા કરી જબરજસ્તી કર્યાના આક્ષેપો લગાવ્યા છે. 


હાઈકોર્ટમાં થઈ હતી કેસની સુનાવણી  

થોડા મહિના પહેલા અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્ર પરમાર વિરૂદ્ધ લગ્નની લાલચ આપી શારિરીક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં કરી હતી. સત્તામાં હોવાને કારણે તેમની વિરૂદ્ધ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. જેને કારણે આરોપ લગાવનાર મહિલાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે મહિલાએ રાજકીય અદાવત રાખી, બદલો લેવાની ભાવના સાથે ખોટા આક્ષેપ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

   

જેસલમેર જતી વખતે છેડતી કરી હોવાનો આરોપ 

ત્યારે ફરી એક વખત પ્રાંતિજના ધારાસભ્ય આવા જ કેસને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ સગીરા સાથે છેડતી કર્યા હોવાનો ગુન્હો રાજસ્થાનના સિરોહીમાં નોંધાયો છે. પોક્સો એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ઘટના 2020ની છે.  પીડિતાની માતાના કહેવા પ્રમાણે ગજેન્દ્રસિંહ સાથે વિધાનસભામાં  મુલાકાત થતી હતી જે દરમિયાન તેઓ સારા મિત્રો બની ગયા હતા. ગજેન્દ્રસિંહે તેમને પોતાની પત્ની તરીકે રાખવાનો ભરોસો આપી શારિરીક સંબંધ પણ બાંધ્યા હતા. 2020માં ફરિયાદી પોતાની સગીર દીરકરી સાથે ગજેન્દ્ર પરમાર સાથે જેસેલમેર જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને ઉલ્ટી થઈ જેને કારણે ગાડીને ઉભી રાખવી પડી હતી.  આઈસ્કીમ ખવડાવવાને બહાને ગજેન્દ્ર પરમાર અને તેમની સાથે આવેલા મિત્રો મહિલાની દીકરીને લઈ ગયા અને ત્યાં તેની જોડે શારિરીક હડપલાં કર્યા તેમજ જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી.   


કોઈ પગલા ન લેવાતા સિરોહી કોર્ટના ખખડાવ્યા દ્વાર 

પરત આવી દીકરીએ રડતાં-રડતાં ઘરે જવાની વાત કરી. અનેક વખત પૂછવા છતાંય દીકરીએ આ અંગે જણાવ્યું નહીં. આ લોકોના ત્રાસથી પીડિતાની માતાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલમાં હતી તે સમય દરમિયાન તેમની દીકરીએ તેમણે જણાવ્યું કે તેની સાથે પણ આવો બનાવ બન્યો છે. આ લોકોએ એટલે કે શારિરીક છેડતી કરી હતી અને જબરદસ્તી કરવાની કોશિશ પણ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જે બાદ સિરોહી કોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવી. અને કાર્યવાહી થતા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ રાજસ્થાનના આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ થવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.  






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?