પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું શાંતિપૂર્ણ સમાપન, પેવર બ્લોક હટાવવાની કામગારી શરૂ


  • Published By :
  • Published Date : 2023-01-15 15:12:30

અમદાવાદના ઓગણજ પાસે આયોજીત પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની આજથી પૂર્ણાહુતિ થઈ છે. છેલ્લા એક મહિનાથી આયોજિત ભવ્ય મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે. એક મહિના સુધી ચાલેલા આ શતાબ્દી મહોત્સવની અત્યંત હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. એક મહિના સુધી ચાલેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 60 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત કરી ધન્યતા અનુભવી હતી. હવે પ્રમુખસ્વામી મહારાજ નગરના વિસર્જનની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ પેવર બ્લોક હટાવવાની કામગારીની શરૃઆત કરવામાં આવી છે. જે માટે 10 હજારથી વધુ સ્વંયસેવકો કાર્યરત રહેશે. 


ગાંધીનગર અક્ષરધામની શોભા વધારશે ગ્લો ગાર્ડન


પ્રમુખસ્વામી નગરમાં 30 એકરમાં બનેલો ગ્લો ગાર્ડન બનાવવામાં આવેલો સૌથી મહત્વનું આકર્ષણ હતું. હવે ગ્લો ગાર્ડનના ફુલ અને કૃતિઓને ગાંધીનગર અક્ષરધામ ખાતે લઇ જવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્યું હતું. ગ્લો ગાર્ડન જોઈને લોકો દંગ રહી જતા હતા. તેને તૈયાર કરવા માટે સ્વયંસેવકોએ વિશેષ તૈયારીઓ કરી હતી. આ જ  રીતે પ્રમુખસ્વામી મહારાજની હાથની મુદ્રાઓને દર્શાવતા વાંસની કલાકૃતિઓને પણ ગુજરાતના વિવિધ મંદિરોમાં સ્થાપિત કરાશે. 


600 એકર જમીન પર તૈયાર કરાયું પ્રમુખસ્વામી નગર 


અમદાવાદના ઓગણજ પાસે 600 એકર જમીન પર આ પ્રમુખસ્વામી નગર બનાવાયું હતું. જેમાં તા. 380 ફૂટ લાંબો અને 52 ફૂટ ઉંચા નગરના 7 કલાત્મક સંસ્કૃતિક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં હતા. આ સાથે આદિ મહાન સંતો-વિભૂતિઓની પૂર્ણ કદની 28 પ્રતિમાઓ મુકવામાં આવી હતી. પ્રમુખસ્વામી નગરમાં 17 એકરમાં ભવ્ય બાળ નગરી, 30 એકરમાં ગ્લો ગાર્ડન બનાવાયું હતું.  આ સાથે 25 હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ભવ્યાતિભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


શતાબ્દી મહોત્સવનો PM મોદીના હસ્તે થયો શુભારંભ


પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્વામિનારાયણના સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી.


80 હજાર સ્વયંસેવકોએ આપી ખડેપગે સેવા 


પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 80 હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. મહત્વનું છે કે, આ સ્વયંસેવકો પોતાના નોકરી-ધંધા, રોજગાર છોડી ખડેપગે રહી ભક્તોની સેવામાં રહ્યા હતા. આ સાથે દેશ વિદેશના સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી. તો બીજી તરફ આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અનેક લોકોએ દીક્ષા પણ લીધી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?