પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી, જામીન અરજી પર મુદ્દત પડી, 3 ઓગષ્ટે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-28 14:18:37

અમદાવાદના ઈસ્કોન ઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 નિર્દોશ લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જામીન અરજી કરી હતી. જે મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે આગામી સુનાવણી સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે.


3 ઓગષ્ટે જામીન અરજી પર સુનાવણી


ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જશીટ ફાઇલ ન થતાં જામીન અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે 3 ઓગષ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે. મહત્વનું છે કે, ગ્રામ્ય કોર્ટમાં હત્યારા તથ્યના પિતાએ કરી જામીન અરજી હતી. જોકે હવે આરોપી પ્રજ્ઞેશ પટેલને આગામી સુનાવણી સુધી જેલમાં રહેવું પડશે.


પ્રજ્ઞેશ પટેલ તેની ઓડિયો ક્લિપ વાયરલ


જો કે આજકાલ પ્રજ્ઞેશ પટેલ તેની ઓડિયો ક્લિપને લઈ ચર્ચામાં છે. ગઇકાલથી પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ચુકી છે. જેમાં તથ્યનો લૂલો બચાવ કરતાં જોવા મળ્યો હતો.આ ઓડિયો ક્લિપ કથિત રીતે પ્રજ્ઞેશ પટેલની હોવાનું કહેવાય છે. જેમાં તે બોલે છે કે, આજીવન કંઈ નહીં થાય, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય ને, 19-20ના વર્ષના છોકરાથી આવી રીતે કોઈ-કોઈ દિવસ થઈ જાય હવે બહુ ટેન્શન નહીં કરવાનું, પણ માપમાં રાખવાના એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના લઈશ.


પ્રજ્ઞેશ પટેલની વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાશે


તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત એક ઓડિયો ક્લિપ વહેતી થઇ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે. જો કે આ ઓડિયો ક્લિપ અકસ્માત પછી કયારની છે તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19 - 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ. તેવી વાત કરી રહ્યો છે. જો કે, સામે પ્રજ્ઞેશ સાથે કોણ વાત કરી રહ્યું છે તે જાણી શકાયું નથી. જો કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જેના આધારે પોલીસે તે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.