સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)2030થી પાંચ વર્ષ પહેલા ટીબીને ખતમ કરવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા 9 સપ્ટેમ્બરનાં રોજ શરૂ કરવામાં આવેલ 'પ્રધાનમંત્રી -ટીબી મુક્ત અભિયાન' હેઠળ 9.5 લાખથી વધારે રોગીઓની સારસંભાળ લેવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ ટીબીનાં દર્દીઓની વિશેષ વ્યક્તિ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સંસ્થાનોનાં સંરક્ષણમા સારસંભાળ લેવામાં આવશે.
PM ટીબી મુક્ત ભારત અભિયાન અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે NI-Kshya પોર્ટલ 2.0 પર ‘Ni-Kshya Mitras’ (TB દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિ) હેઠળ 15,415 નોંધણી કરવામાં આવી છે, જેમાં વ્યક્તિઓ, સંસ્થાઓ, ઉદ્યોગો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સરકારી ડેટા અનુસાર, દેશમાં હાલમાં મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ સહિત કુલ 13,53,443 ટીબીના દર્દીઓમાંથી 9.57 લાખ દર્દીઓએ સંભાળ માટે દત્તક લેવાની સંમતિ આપી છે અને તેમાંથી લગભગ તમામ (9,56,352)ને શનિવાર સુધી સંભાળ માટે અપનાવવામાં આવ્યા છે.
દર્દીઓની કેવી રીતે કરી શકાશે મદદ?
દર્દીઓની સંભાળ કરનારા દાતાઓમાં હિતધારકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોથી લઈને કોર્પોરેટ, એનજીઓ, સંસ્થાઓનો સમાવેશ થઈ શકે છે. કાર્યક્રમ હેઠળ, ક્ષય રોગના પ્રત્યેક દર્દી માટે ત્રણ કિલોગ્રામ ચોખા, 1.5 કિલોગ્રામ કઠોળ, 250 ગ્રામ વનસ્પતિ તેલ અને એક કિલોગ્રામ દૂધનો પાવડર અથવા છ લિટર દૂધ અથવા એક કિલોગ્રામ સીંગદાણાના માસિક ભોજનની ભલામણ કરવામાં આવી છે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, તેમાં ત્રીસ જેટલા ઇંડા પણ ઉમેરી શકાય છે.
અધિકારીએ જણાવ્યું છે કે વર્તમાનમાં 65થી 70 ટકા ટીબીનાં દર્દીઓ 15થી 45 વર્ષની ઉંમરનાં છે. એક ટીબીનાં દર્દીની વધારેમાં વધારે સહાયતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો ઓછામાં ઓછો સને એક વર્ષ હશે. જોકે, બે કે ત્રણ વર્ષ સહાયતા કરી શકાય છે. અધિકારીએ કહ્યું કે આ એક સ્વૈચ્છિક પહેલ છે. કેંદ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કાર્યક્રમ હેઠળ ઓડિશાના ચાર જિલ્લાઓના બઢા ટીબી રોગીઓને દત્તક લીધા છે. કેન્દ્રીય મંત્રીએ સાથે જ કહ્યું કે તે 72 લાભાર્થીઓને વધારેમાં વધારે પોષણની સહાયતા કરશે.