પ્રધાન મંત્રીએ કાંકરેજમાં સભા ગજવી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-12-02 16:19:16

ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને બીજા તબક્કાની બેઠકો પર હજુ પણ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે PM મોદી બનાસકાંઠાના કાંકરેજમાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ બીજા તબક્કાના મતદાનમાં વોટરોનો મોટી સંખ્યામાં બહાર નીકળીને મત આપવા જવા હાકલ કરી હતી.


PMએ ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા !!!


PM મોદીએ કહ્યું કે, કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. 4 કરોડ એવા રેશનકાર્ડ હતા જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો, એના લગ્ન થઈ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્શન લેતા. આ કોંગ્રેસીઓ આવું કરતા. આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરી મેં આગળનો રસ્તો કર્યો. ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય છે. કટકી કરવા ન મળે એટલે મોદીનો ગાળો બોલે.


વોટિંગની કરી અપીલ 

વડાપ્રધાને આ સાથે જ 5મી ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં વધુમાં વધુ મતદાન કરીને કમળ ખીલવવા માટે હાકલ કરી હતી અને મતદાનના તમામ રેકોર્ડ તોડવા માટે અપીલ કરી હતી.




અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...