મધ્યાહન ભોજનના કર્મચારીઓને રાજ્ય સરકારની દિવાળી ભેટ, પગાર કર્યો ડબલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:34:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક કર્મચારી સંગઠનો રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. આ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. સરકાર પણ એક પછી કર્મચારી સંગઠનો સાથે વાટાઘાટો દ્વારા સમાધાનનો માર્ગ અપનાવી રહી છે. સરકારે કેટલાક સંગઠનોનોની માંગણી સ્વીકારી તેમનો અસંતોષ દુર પણ કર્યો છે. આ કર્મચારીઓમાં મધ્યાહન ભોજન યોજનામાં કાર્યરત કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.


મધ્યાહન ભોજનના કર્મચારીઓને સરકારે શું આપ્યું?


મધ્યાહન ભોજનના કર્મચારીઓના લાભાર્થે આજે સરકારે તેમના પગારને લઈને બીજી મહત્વની જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ. 1400નો વધારો કરીને રૂ. 3000 કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. 1100નો વધારો કરીને રૂ. 2500 અને હેલ્પરના રૂ. 500 વધારો કરીને રૂ. 1000 કરવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?