‘આદિપુરૂષ પ્રી-રિલીઝ ઇવેન્ટ’ પહેલાં પ્રભાસે તિરૂપતિ બાલાજીના લીધા આશીર્વાદ! પ્રભાસને જોવા ઉમટી લોકોની ભીડ! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-06 16:43:55

સોશિયલ મીડિયા પર પ્રભાસ, ક્રિતી સેનનની આદિપૂરૂષ ટ્રેન્ડ થઈ રહી છે. જ્યારથી ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારથી ફેન્સમાં ફિલ્મની આતુરતા જોવા મળી હતી. ત્યારે મંગળવારે ફિલ્મનું પ્રી રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. તિરૂપતિ મંદિરમાં દર્શન કરવા પ્રભાસ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. પ્રભાસની એક ઝલક જોવા લોકોની ભારે ભીડ જામી ગઈ હતી.

 

તિરૂપતિ બાલાજીના દર્શને પહોંચ્યા અભિનેતા પ્રભાસ!

પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે કલાકારો અલગ અલગ રીતે પ્રમોશન કરતા હોય છે. ત્યારે પ્રભાસની ફિલ્મ આદિપૂરૂષ આવી રહી છે. તે ફિલ્મને પ્રમોટ કરવામાં ટીમ મેમ્બર્સ તેમજ  કલાકારો કસર નથી રાખી રહ્યા. ફિલ્મ રિલીઝ થવાની હોય તે પહેલા ફિલ્મના મુખ્ય કલાકારો ભગવાનના શરણે શિશ ઝૂકાવતા હોય છે. ત્યારે ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ પહેલા પ્રભાસ તિરુપતિ મંદિરમાં આશીર્વાદ લીધા હતા. 

પ્રભાસને જોવા ઉમટી લોકોની ભીડ!

મંદિરમાં દર્શને ગયેલા પ્રભાસ સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા. પ્રભાસને જોવા તેમના ફેન્સે પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. મહત્વનું છે કે,આદિપુરુષની પ્રી-રીલીઝ ઈવેન્ટ, જે તિરુપતિમાં થશે, તે એક હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ હોવાની અપેક્ષા છે. જેમાં ફિલ્મનું બીજું ટ્રેલર દર્શકો માટે રિલીઝ કરવામાં આવશે.

 

16 જૂનના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થવાની છે રિલીઝ!  

આદિપુરૂષ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા પ્રભાસ ભજવી રહ્યા છે જ્યારે સીતાનું પાત્ર ક્રિતી સેનન ભજવી રહ્યા છે. સૈફ અલી ખાન ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું પરંતુ ખરાબ VFXને કારણે ફિલ્મ ઘણી ટ્રોલ થઈ હતી. જે બાદ સુધારા સાથે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું સોન્ગ પણ દર્શકોને ખૂબ ગમ્યું હતું. સોશિયલ મીડિયા પર ફિલ્મનું ગીત ટ્રેન્ડ થઈ રહ્યું હતું. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ફિલ્મ  સિનેમાધારોમાં રિલીઝ થવાની છે. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે દરેક સિનેમાઘરોમાં એક સીટ હનુમાનજી માટે ખાલી રાખવામાં આવશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?