પ્રભાસની ફિલ્મ 'આદિપુરૂષ'ને લઈ ફરી છેડાયો વિવાદ! આદિપુરુષના ડિરેક્ટરે તિરુપતિ મંદિરમાં કૃતિ સેનને કરી કિસ! યુઝર્સે કર્યો વિરોધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-08 14:24:19

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ રહી છે. ફિલ્મ સાથે વિવાદ જોડાઈ ગયો હોય તેવી રીતે એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. મંગળવારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું તે બાદ ફિલ્મ અભિનેત્રી ક્રિતી સેનન અને નિર્માતા ઓમ રાઉતે વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. પરંતુ તે મંદિરની બહાર નિર્માતાએ પરિસરમાંથી બહાર નીકળતી વખતે ઓમ રાઉતે ક્રિતી સેનના ગાલ પર કિસ કરી ગળે લગાવી હતી. મંદિર પરિસરમાં આવા વર્તનથી ધર્મ ગુરૂઓ તેમજ લોકો નારાજ થયા છે.     


ધર્મગુરૂઓએ દર્શાવી નારાજગી!

16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. ભાજપના નેતા દ્વારા પણ આ મામલે પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ તે બાદ તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.    


અનેક વખત ફિલ્મ આવી ચૂકી છે વિવાદમાં!

ફિલ્મમાં રામાયણની કહાણી બતાવવામાં આવી છે. રામનું પાત્ર પ્રભાસ નિભાવી રહ્યા છે જ્યારે ક્રિતી સેન સીતાનું પાત્ર ભજવી રહ્યા છે. આદિપુરૂષને લઈ જ્યારથી વાતો શરૂ થઈ હતી ત્યારથી તે વિવાદમાં છેડાઈ ગઈ હતી. ટીઝર જ્યારે રિલીઝ થયું ત્યારે તેમાં ભગવાન રામને મૂછો સાથે દર્શાવ્યા હતા જે બાદ લોકોએ કહ્યું કે ભગવાન રામને મૂછો ન હતી તો ફિલ્મમાં કેમ બતાવવામાં આવી? તે સિવાય એક સિનમાં ભગવાન રામ ચપ્પલ પહેરેલા બતાવ્યા છે. તેની પર પણ વિવાદ થયો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભગવાન રામ ચપ્પલ નહીં પરંતુ લાકડાના ચપ્પલ પહેરતા હતા. 


વિવાદ બાદ ટીઝરને બદલવામાં આવ્યું! 

મહત્વનું છે કે ગયા વર્ષે દશેરાના અવસર પર ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું પરંતુ દર્શકોનો રિસ્પોન્સ ખૂબ નબળો મળ્યો હતો. પાત્રોના ખરાબ દેખાવ અને VFXને કારણે ફિલ્મની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. વિવાદ સર્જાયા બાદ નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલરમાંથી જે સીનમાં વિવાદ સર્જાય તેવા સીનને હટાવી દેવાયા હતા. ત્યારે હવે ફિલ્મ ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?