Nita Ambaniની શક્તિ આરાધના! Anant Ambani- Radhika Merchant Pre Weddingમાં Nita Ambaniએ કર્યું નૃત્ય, જુઓ મંત્રમુગ્ધ કરી દેતું નૃત્ય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-04 11:21:29

જામનગર ખાતે Ambani Familyએ Anant Ambani અને  Radhika Merchantના પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. દેશવિદેશથી મહેમાનો અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ અંબાણી પરિવાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ. પ્રી વેડિંગ કાર્યક્રમમાં નીતા અંબાણીએ એક ડાન્સ પરફોર્મન્સ કર્યો હતો. શક્તિની આરાધના નીતા અંબાણી દ્વારા કરવામાં આવી છે. વિશ્વંભરી સ્તુતી પર નીતા અંબાણીએ પરફોર્મ કર્યું છે જે ખૂબ પસંદ આવી રહ્યું છે.

માતાજીની સ્તૃતિ પર નીતા અંબાણીનો ડાન્સ! 

નીતા અંબાણી એક સારા ક્લાસીકલ ડાન્સર છે તે આપણે જાણીએ છીએ. તેમના ડાન્સના અનેક વીડિયો આપણને જોવા પણ મળતા હોય છે. થોડા વર્ષો પહેલા તેમણે એક ભજન પર તેમણે ડાન્સ કર્યો હતો ત્યારે ફરી એક વખત નીતા અંબાણીએ સ્તુતી પર ડાન્સ પરફોર્મન્સ કર્યું છે. નીતા અંબાણીએ માતાજીની સ્તુતી પર નૃત્ય કર્યું છે. ડાન્સનો વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે... 

આમંત્રિત મહેમાનોએ કર્યા હતા ગરબા!

અંબાણી પરિવાર પોતાના લાઈફસ્ટાઈલ, પોતાની ફેશનને કારણે તો ચર્ચામાં રહે છે પરંતુ તેમના સંસ્કારો, સંસ્કૃતિ સાથે તેમનું જોડાણ પણ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરે છે. જામનગરમાં અંબાણી પરિવારે ગ્રામજનોને જમાડ્યા હતા. મુકેશ અંબાણી, અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટે ભોજન પીરસ્યું હતું. તે બાદ જામનગર માટે નીતા અંબાણીએ તેમજ અનંત અંબાણીએ નિવેદન આપ્યું હતું. પ્રી વેડિંગ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કપલ ડાન્સ પણ કર્યો હતો. ગરબાના તાલે આમંત્રિત મહેમાનો ઝુમ્યા હતા.            



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...