દક્ષિણ ગુજરાતમાં લાઈટ ગઈ હવે પૂર્વવત પણ 32 લાખ કરતા વધુ ગ્રાહકોને અસર પડી


  • Published By : Admin
  • Published Date : 2025-03-12 21:14:33

આગ ઝરતી કાળઝાળ ગરમી પડી રહી છે, કુલર, પંખા, એસીની તાતી જરુર વચ્ચે દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે.  તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ.  મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો  ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.  


આજે એટલે કે 12 માર્ચના બપોરે  3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત, તાપી, ભરુચ, રાજપીપળા સહિતની જગ્યાઓ પર લોકો હેરાન પરેશાન થયા હતા. સુરતમાં તો કાપડ અને હીરાના કારખાનાઓમાં અચાનક મશીનો બંધ થઈ જતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. સુરતમાં મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે પણ પહોંચ્યા હતા. આ વીજફોલ્ટ સર્જાવાને કારમે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામના 32 લાખ 37 હજાર કરતા વધારે ગ્રાહકો પ્રભાવિત થયા હતા. 


આ તકલીફ કેમ સર્જાય હતી તો, DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીના કહેવા પ્રમાણે 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રિપ થઈ  હતી. ( ટ્રિપ થવુ એટલે વીજ ફોલ્ટને કારણે સર્કિટને નુકાસન થવું). દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રિપ થતા સમગ્ર દક્ષિણ ગુજરાત અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. આ અચાનક આવેલા વીજફોલ્ટના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને સૌથી વધારે અસર પહોંચી નુકસાન પણ થયું હતું. કારણ કે ઉદ્યોગોમાં વપરાતા મશીનોના હેડ અચાનક ઈલેક્ટ્રીસિટી જવાને કારણે ડેમેજ થઈ જાય. મોટાભાગના કારખાનાઓમાં મશીનરીમાં વપરાતા હેડ ઈઝરાયલથી આવતા હોય છે. એકવાર હેડ ડેમેજ થઈ જાય તો ફરી મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. 


વેપારીઓની સાથે દક્ષિણ ગુજરાતના લોકોને ચિંતા એ હતી કે શું આ કોઈ બ્લેકઆઉટ છે.... જો બ્લેકઆઉટ હોય તો વીજળી પાછી પૂર્વવત થવામાં ઘણા કલાકો લાગી શકે.  પણ રાહતએ છે કે આ બ્લેકઆઉટ નથી. વર્ષ 2012માં 30 અને 31 જુલાઈમાં છેલ્લે સૌથી મોટુ બ્લેકઆઉટ ભારતમાં થયું હતું જેમાં એકસાથે 13 કલાક સુધી વીજળી નહોતી. 40 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા.  તમને એ પણ જણાવી દઉં કે ભારત વિશ્વનું ત્રીજો સૌથી મોટો દેશ છે જે સૌથી વધારે ઈલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરે છે.  અને એ પણ માહિતી આપી દઉ કે ભારતીય ઈલેક્ટ્રિસિટીનું માળખુ 5 ગ્રીડમાં ડિવાઈડેડ છે.  Northern, Eastern, Western, North Eastern and Southern Grids આ એકબીજા સાથે કનેક્ટેડ છે.



પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?

પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .