Delhi-Mumbai Expressway પર ખાડા, સંતુલન ગુમાવવાથી વાહનો હવામાં ઉછળ્યા| વીડિયો વાયરલ થતા લેવાયા આ એક્શન..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-16 15:47:19

રસ્તા પરથી જ્યારે પસાર થઈએ ત્યારે આપણને ટેન્શન થાય એક ટેન્શન વાહનનું અને બીજું ટેન્શન આપણી કમરનું... અનેક ખાડાઓ તો એવા હોય છે જેને પસાર કરતી વખતે લાગે કે આપણે સ્ટંટ કરી રહ્યા હોઈએ.. હવામાં ગાડી જતી રહે તેવા મોટા ખાડા હોય છે.. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે..  હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.

રસ્તાનું સમારકામ માંડ પૂંરૂં થયું હોય ત્યાં તો ફરીથી તેને તોડવામાં આવે! 

ગુજરાતમાં તમે કોઈપણ ખુણે જાવ તો તમારી કમર તૂટે એની ગેરેન્ટી છે.. વિકાસ પણ હવે તો ભમ્મ દઈને ખાડામાં પડી જાય છે.. એટલા મોટા મોટા ખાડાઓ ગુજરાતની ધરતી પર આવેલા દરેક શહેરમાં પડ્યા છે... પણ અમે આજે એક્સપ્રેસવેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોયો.... અને ખબર પડી કે આ તો એક જગ્યાએ નહીં બેદરકારી તો બઘે જ છે.... પહેલા રસ્તાઓ બને પછી ખાડા પડે પછી સમારકાર થાય.. પહેલા બ્રિજ બને... ખાડા પડે, પૂલ તૂટે, બ્રિજના સાંધાઓ તૂટે ક્યારેક કોઈનો જીવ પણ જાય.. અને પછી રિપેર થાય.. આવા અનેક કિસ્સાઓ આપણે હાલમાં જ જોયા... પણ આજે જે જોયું એ તો કોન્ટ્રાક્ટરની તરકીબ કહી શકાય..... 



સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ જગ્યાનો વીડિયો

હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે... દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની વડોદરા લિંક પરના આ વીડિયો હતા... અલવરમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને સુપર એક્સપ્રેસ વે પણ કહેવામાં આવે છે. તેના પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી દોડે છે. સૌથી વધુ માર્ગ અકસ્માતો રાજસ્થાનના અલવર અને દૌસા વિસ્તારમાં એક્સપ્રેસ વે પર થાય છે. તેના મુખ્ય કારણોમાં એક્સપ્રેસ વે પર રસ્તાની અસમાનતા, નબળું સંતુલન અને ખાડાઓ છે. એક્સપ્રેસ વે પર ઘણી જગ્યાએ ઝીણી કાંકરી પણ ફેલાયેલી છે.અનેક જગ્યાએ પાણી જમા થઈ ગયા છે અને રસ્તા પર ખાડા પડી ગયા છે. આ દરમિયાન એક્સપ્રેસ વે પર બેલેન્સ ગુમાવવાને કારણે એક સ્પીડિંગ કાર હવામાં ઉડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 



ખાડાઓને કારણે વાહનો સંતુલન ગુમાવી બેસે છે અને...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દરરોજ અકસ્માતો થાય છે....સ્પીડમાં આવતી ગાડીઓ આ ખાડામાં આવે અને સંતુલન ગુમાવી બેસે એટલે અકસ્માતો થાય..... અલવરના શિતલ ટોલ પ્લાઝાથી 131.1 કિમીની સરહદ નજીક એક્સપ્રેસ વે પર ખાડાઓ પડી ગયા છે અને એક્સપ્રેસ વે પર ઉંડા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનોનું સંતુલન ખોરવાતું હતું. અચાનક ડ્રાઇવરોએ બ્રેક લગાવવી પડે છે. જેના કારણે પાછળના વાહનોનું સંતુલન ખોરવાઈ ગયું છે. એક્સપ્રેસ વે પર અન્ય ઘણી જગ્યાએ આવી જ સ્થિતિ જોવા મળી હતી. રાજગઢથી અલવર આવતી વખતે અલવરથી 36 કિલોમીટર પહેલા રસ્તો તૂટી ગયો હતો. રોડ પર ઝીણી કાંકરી હતી. રાજગઢના પીનાન કટની આસપાસ ઘણી જગ્યાએ આવી જ સ્થિતિ છે.



વીડિયો વાયરલ થયા બાદ કરવામાં આવી કાર્યવાહી

આ વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટરને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ મામલે NHAIએ સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશ પર આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમયસર રસ્તાઓનું સમારકામ નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમ લીડર-કમ-રેસિડેન્ટ એન્જિનિયર અને સાઇટ એન્જિનિયરને બરતરફ કરવામાં આવ્યા છે. ક્ષતિઓ માટે PD અને મેનેજર (ટેક્નિકલ)ને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.પણ એન્જિનિયરોનો કરિશ્મા છે જેના કારણે સામાન્ય વ્યક્તિ જે ત્યાંથી પસાર થાય છે અકસ્માતોનો ભોગ બને છે....   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?