રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતું પોસ્ટર થયું વાયરલ, બુટલેગરો સામે તંત્ર આટલું લાચાર કેમ?


  • Published By :
  • Published Date : 2023-04-04 22:03:34

ગુજરાતમાં દારૂબંધી કાયદાના પુસ્તકોમાં જ છે. રાજ્યના લગભગ દરેક ગામ અને શહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસના નાક નીચે રાજ્યમાં દારૂનું વેચાણ થયું રહ્યું છે અને આ નગ્ન સત્યથી ટોચની નેતાગીરી પણ વાકેફ છે. છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી. શું સરકાર વધુ એક લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? આજકાલ રાજ્યમાં દારૂબંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર પોસ્ટર લગાવી 'દારૂ બાજુમાં મળે છે' તેવું સુચન કર્યું છે.


રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા


બનાસકાંઠાના પાલનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતમાં નામ માત્રની દારૂબંધી હોવાનું અને તંત્ર તેની સામે લાચાર છે આ વિડીયો જોતા સાબિત થાય છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું છે જેમાં તેણે દારૂ ક્યાં ઘરે મળશે તે અંગેનું દિશા સુચન કર્યું છે.


પોટલીની પૂછપરછથી ત્રાસીને લગાવ્યું પોસ્ટર 


પાલનપુરના દિલ્લી ગેટ વિસ્તારમાં રહેતા જીતુભાઈ ઠાકોરે તેના ઘરની બહાર 'દારૂ અહીં નથી મળતો બાજુમાં મળે છે. અહીંઆ કોઈએ આવું નહી' તેવું પોસ્ટર લગાવી દીધું છે. તેમના ઘરની બાજુમાં જ દારૂ વેચાતો હોઈ રાત્રીનાં સમયે દારૂ લેવા આવતા લોકો ભૂલથી તેમના ઘરે પોટલીની પુછપરછ કરતા હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને અંતે તેમણે તેમના ઘરની બહાર જ બોર્ડ મારી દેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં પણ કૂતુહલ સર્જાયું હતું. જો કે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરતા બુટલેગરની અટકાયત કરી છે, પણ આ એક પોસ્ટરે રાજ્યમાં દારૂબંધીને મજાક સાબિત કરી દીધી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?