કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે, સરકારે NSC,પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર મળનારા વ્યાજમાં વધારો કર્યો છે. જો કે PPF અને સુકન્યા સમૃધ્ધી યોજના જેવી (SSY) યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દર પહેલી જાન્યુઆરીથી અમલી બનશે.
નાણામંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક માટે કેટલીક સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરોમાં 0.20થી 1.10 ટકા સુધીના વ્યાજદરોમાં વૃધ્ધી કરવામાં આવી છે. સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં પણ વૃધ્ધી કરી છે. હવે 123 મહિના માટે કિસાન વિકાસ પત્ર પર ડિસેમ્બર ત્રિમાસિકમાં 7 ટકા વ્યાજ દર મળી રહ્યું હતું, જે હવે 120 મહિનાના સમયગાળા સુધી 7.2 ટકાના જ દરથી વ્યાજ મળશે. જો કે PPFમાં આ ડિસેમ્બર ત્રિમાસિકની જેમ માર્ચ ત્રિમાસિકમાં પણ 7.1% ટકાના સ્તરે જળવાઈ રહેશે. તે જ પ્રકારે બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃધ્ધી યોજના પર પણ વ્યાજ દર 7.6 ટકા પર રાખવામાં આવ્યો છે.
આ બચત યોજનાના વ્યાજ દરોમાં વૃધ્ધી
કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટિઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, રાષ્ટ્રિય બચત સર્ટિફિકેટ, રાષ્ટ્રિય બચત પ્રમાણપત્ર (NSC)ના પણ વ્યાજદરમાં વધારો કરાયો છે.