બિહારના પટના રેલ્વે સ્ટેશનની સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલ્યો, પોર્ન એક્ટ્રેસે કર્યું આ ટ્વિટ?


  • Published By :
  • Published Date : 2023-03-21 19:44:40

બિહારના પટણા રેલવે સ્ટેશનની ડિસ્પ્લે સ્ક્રીન પર પોર્ન વીડિયો ચલાવવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે સવારે 9.30 વાગ્યા પછી બની હતી. જ્યારે અચાનક પટના જંક્શન પર ટીવી સ્ક્રીન પર જાહેરખબરને બદલે અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો, આ ઘટના બાદ હોબાળો મચી ગયો છે.


3 મિનિટ ચાલી પોર્ન ક્લિપ


આ ઘટના પટના જંકશનના પ્લેટફોર્મ નંબર 10 પર બની હતી. મીડિયા રિપોર્ટ મુજબ, અશ્લીલ ક્લિપ લગભગ 3 મિનિટ સુધી ચાલી હતી. જે બાદ પ્લેટફોર્મ પર હાજર મુસાફરોએ હોબાળો કર્યો અને અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ દરમિયાન કેટલાક મુસાફરોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. પટના જંક્શન પરની આ વિચિત્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


જાહેરાત કંપની સામે FIR 


આ ઘટના બાદ પૂર્વ મધ્ય રેલવેએ કાર્યવાહી હાથ ધરી છે. સંબંધિત જાહેરાત એજન્સી દત્તા સ્ટુડિયો કંપની પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ 2 FIR નોંધવામાં આવી છે. ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે એક FIR આરપીએફ દ્વારા અને બીજી FIR GRP દ્વારા આઈટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી છે. 


પોર્ન સ્ટારે કર્યું ટ્વીટ


હવે આ મામલે એક પોર્ન સ્ટાર કેન્ડ્રા લસ્ટએ પણ ટ્વિટ કરી છે. મંગળવારે, કેન્ડ્રા લસ્ટએ તેના ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો અને તેની સાથે ઈન્ડિયા લખ્યું. આ ઉપરાંત ટ્વિટમાં બિહાર રેલવે સ્ટેશન હેશટેગ પણ લગાવ્યું હતું. કેન્ડ્રા લસ્ટનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું છે. કેન્ડ્રા લસ્ટનું આ ટ્વીટ સામે આવ્યા બાદ આ સમગ્ર મામલે લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?