Porbandar policeએ શોધી દેશી દારૂની ભઠ્ઠી અને કર્યો દારૂનો નાશ! Gujarat Policeએ શેર કર્યો વીડિયો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-30 10:00:16

જ્યારે નશાની વાત આવે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે નશો કરનાર વ્યક્તિ પોતાના જીવનને તો બરબાદ કરે છે પરંતુ તે જાણતા અજાણતા પોતાના પરિવારને પણ બરબાદી તરફ ધકેલે છે. જ્યારે દારૂની વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે દારૂડિયાને પકડો પરંતુ તેની સાથે સાથે એવા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરો જે આ લોકો સુધી દારૂ પહોંચાડે છે, ડ્રગ્સ પહોંચાડે છે. પોલીસે દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવી જોઈએ તેવી વાતો આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ ત્યારે પોરબંદર પોલીસે ત્રણ દેશી દારૂના અડ્ડા શોધી પાડ્યા છે તેનો નાશ કર્યો છે. આ અંગેની માહિતી એસપી પોરબંદર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.  

અનેક જગ્યાઓ એવી છે જ્યાં ખુલ્લેઆમ મળે છે દારૂની પોટલી! 

 સમાજમાં અનેક વ્યક્તિ એવા છે જે દારૂ પીએ છે, જો કોઈ એનાથી પણ ચઢીયાતો વ્યક્તિ હશે તો તે ડ્રગ્સ લેતો હશે. જે વિદેશી દારૂ એફોર્ડ કરી શકતો હશે તો એ વિદેશી દારૂ પીશે અને જે એફોર્ડ નહીં શકતા હોય તે દેશી દારૂ પીને નશાની લતને શાંત કરશે. આપણા રાજ્યમાં દારૂબંધી છે. તે વાત આપણે જાણીએ છીએ, રોજે આ કાયદાના ધજાગરા ઉડે છે તે પણ આપણે જાણીએ છીએ. જ્યારે અમે દારૂ અંગે સમાચાર લખીએ છીએ ત્યારે અમને કમેન્ટમાં અમારા દર્શકો કહેતા હોય છે કે આવી દારૂની ભઠ્ઠીઓ તો અનેક જગ્યાઓ પર ચાલે છે. અનેક ગલીઓ અનેક વિસ્તારો એવા છે જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોય છે.

પોરબંદર પોલીસે નષ્ટ કર્યો દેશી દારૂનો જથ્થો 

દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ એવા આવે છે જેને કારણે પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠવા સ્વભાવિક છે. અનેક વખત જ્યારે દારૂને લઈ સમાચાર આવે છે ત્યારે અનેક લોકો કહેતા હોય છે કે અનેક જગ્યાઓ એવી હશે જેની પોલીસને પણ ખબર હશે કે અહીંયા દારૂ વેચાય છે. પરંતુ કમિશનના ચક્કરમાં કદાચ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી! આવી વાતો દિમાગમાં આવી સ્વભાવિક છે. દારૂ પીનાર જેટલો ગુન્હેગાર છે તેટલો જ ગુન્હેગાર દારૂ બનાવનાર, દારૂ વેચનાર બુટલેગર છે. દારૂ પીનારને જો સજા થાય છે તો તેનાથી વધારે કડક સજા દારૂ વેચનારને થવી જોઈએ. ત્યારે પોરબંદર પોલીસે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.  

પોરબંદર એસપીએ શેર કર્યો વીડિયો 

વીડિયો શેર કરતા લખ્યું છે કે બરડા ડુંગર વિસ્તારમાં રાણાવા,બગદર, કુતિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી મેગા ડ્રાઈવનું આયોજન કરી દેશી દારૂની 3 ભઠ્ઠીઓ શોધી કાઢી, તેને નાશ કરતા પોરબંદર જિલ્લા પોલીસ. આ ટ્વિટને ગુજરાત પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે જે નાગરિકોને ખોટા રવાડે ચડાવી પહોંચાડે છે કષ્ટ, એમને જડમૂળથી ઉખેડી કરાશે નષ્ટ. નશો કરનાર વ્યક્તિ પોતાની સાથે પરિજનોની જીંદગીને પણ બરબાદી તરફ ધકેલે છે. 

જમાવટે કર્યું હતું સ્ટિંગ ઓપરેશન 

જે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી તેની પ્રશંસા થવી જોઈએ, પરંતુ શું આટલા જ દારૂના ભઠ્ઠા હશે જે ધમધમતા હશે ત્યાં? માત્ર ત્રણ દારૂના ભઠ્ઠાને શોધી, દારૂનો નાશ કરવાથી કામ પૂર્ણ નથી થતું. આવા તો અનેક અડ્ડા હશે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હશે. આા દ્રશ્યો જોયા બાદ પોલીસે પણ માનવું પડશે કે દારૂબંધી વાળા ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જમાવટે પણ અમદાવાદમાં Sting Operation કર્યું હતું જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતું હતું. ગુજરાત હાઈકોર્ટથી માત્ર થોડા મીટરના અંતરે જ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસે ભલે દારૂના જથ્થાનો નાશ કર્યો પરંતુ એવી તો અનેક ભઠ્ઠીઓ હશે જે ધમધમી રહી હશે તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી થાય તેવી આશા.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?