માદક પદાર્થોને ગુજરાતમાં ઘૂસાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવી રહ્યા છે. અનેક વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે જે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે ઈતિહાસમાં પહેલી વખત પકડાયો હશે.. ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનો અડ્ડો બની રહ્યો છે. ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ATS અને NCB તે પ્રયત્નોને નાકામ કરી દે છે. મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીઓએ 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
#WATCH | NCB arrested 5 foreign nationals in connection with the 3,300 kg drugs seized from a dhow.
— ANI (@ANI) February 28, 2024
(Video source - NCB) https://t.co/XODLdgwKTo pic.twitter.com/DcZIKuPrLZ
2000 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો!
દરિયાઈ સીમાનો ઉપયોગ ડ્રગ્સને ગુજરાતમાં લાવવા માટે કરવામાં આવી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગીર સોમનાથથી પકડાયેલા ડ્રગ્સની વાતને થોડા જ દિવસો વિત્યા છે ત્યારે તો ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયકાંઠાથી. 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની કિંમત 2000 કરોડ હોવાનું અનુમાન છે.
સંયુક્ત રીતે એટીએસ અને એનસીબીએ ઓપરેશનને અંજામ આપ્યો!
બાતમીના આધારે અનેક વખત આરોપીઓને પકડવામાં સફળતા મળતી હોય છે,મોટી દુર્ઘટનાને રોકવામાં પણ સફળતા મળતી હોય છે ત્યારે આ ડ્રગ્સનો મોટો જથ્થો પકડવા માટે પણ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે પોરબંદરના દરિયાકાંઠા પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને દક્ષિણ ભારત તરફ એક બોટ જઇ રહી છે. જેના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીને જાણ કરવામાં આવી. માહિતી મળતા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલી બોટને પકડી પાડવામાં આવી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નેવીના અધિકારીઓએ સંયુક્ત રીતે દરિયામાં તપાસ કરી અને ડ્રગ્સને એન્ટર થતા પહેલા પકડી લેવામાં આવ્યો. ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ ડ્રગ્સના જથ્થામાં હસીસ, હેરોઇન સહિત અલગ અલગ પ્રકારના કુલ ત્રણ ડ્રગ્સ હતા.