પોપ ફ્રાન્સિસે સત્ય સ્વિકાર્યું, મોટી સંખ્યામાં પાદરી અને નન પણ પોર્ન જુએ છે


  • Published By :
  • Published Date : 2022-10-27 20:28:50

ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસે વિશ્વ સમક્ષ એક સનસનીખેજ સત્યનો સ્વીકાર કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે પોર્નોગ્રાફીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે ઘણા પાદરીઓ અને નન પણ તેની ઝપેટમાં આવી ગયાા છે. તેમણે સ્વીકાર્યું કે મોટી સંખ્યામાં પાદરી અને નન પણ પોર્ન જુએ છે. બીબીસીના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ડિજિટલ અને સોશિયલ મીડિયાના શ્રેષ્ઠ ઉપયોગ પર વેટિકન સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બીબીસીના પ્રશ્નોના જવાબમાં, 86 વર્ષીય પોપ ફ્રાન્સિસે સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફીનો પ્રભાવ એટલો વધી ગયો છે કે પાદરીઓ અને સાધ્વીઓ (નન) પણ તે દુષણમાંથી બાકાત નથી.


પોર્નથી દુર રહેવાની આપી ચેતવણી


પોપ ફ્રાન્સિસે કહ્યું કે ઘણી સાધ્વીઓ (નન) પણ પોર્ન જુએ છે, પરંતુ તેમણે તેને ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ ગણાવ્યું છે અને ધાર્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેનાથી દુર રહેવાની ચેતવણી આપી છે. આ સત્ર દરમિયાન, પોપે ધર્મના ક્ષેત્રમાં હાજર પાદરીઓ અને અન્ય લોકોને કહ્યું, 'પોર્નોગ્રાફી એક રોગ જેવી છે જેણે પાદરીઓ અને સાધ્વીઓને પણ ઝપેટમાં લઈ લીધા છે. શેતાન હવે આ માધ્યમથી આપણા જીવનમાં પ્રવેશી રહ્યો છે.' સોશિયલ અને ડિજિટલ મીડિયાના ક્ષેત્ર વિશે પોપે કહ્યું, 'જો તમે તેમના પર સમય પસાર કરવા માંગતા હો, તો ઓછામાં ઓછા તેમના પર સમય પસાર કરો. જેઓ આખો દિવસ ઈસુના શરણમાં રહેવાની વાત કરે છે તેઓ આ અશ્લીલ (પોર્ન) માહિતી લઈ શકતા નથી.



પોર્નોગ્રાફી ખ્રીસ્તી ધર્મથી વિરૂધ્ધ


પોપ ફ્રાન્સિસે પાદરી અને નનોને સલાહ આપતા કહ્યું કે તમારે પોર્નને તમારા ફોનમાંથી જ દુર કરવું પડશે. આવું કરવાથી તમે કોઈ પણ પ્રકારની લાલચમાં નહીં આવો. પોપે પોર્નોગ્રાફીને ખ્રીસ્તી ધર્મથી વિરૂધ્ધ ગણાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે દુનિયાના અનેક દેશમાં પાદરી અને નન પર જાતિય શોષણના આરોપ લાગ્યા છે. જો કે આવું સૌપ્રથમ વખત બન્યું છે કે પાદરી અને નન પોર્નોગ્રાફીની ઝપેટમાં આવી ગયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?