ગરીબ બાળકોના ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેની સુવર્ણ તક, RTE હેઠળ આજથી ફોર્મ ભરવાના શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-10 13:57:11

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આજથી વર્ષ 2023-24ના વર્ષ માટે આજથી RTEના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વાલીઓ આજથી RTE માટે ફોર્મ ભરી શકશે. 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અમદાવાદની 1500 સીટ સહિત રાજ્યની 9,856 ખાનગી પ્રાથમિક સ્કૂલોની 82,509 જેટલી સીટ પર એડમિશન આપવામાં આવશે. RTE હેઠળ 1 જૂન, 2023ના 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.


આ છે RTE હેઠળ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા


રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશની તારીખની અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હતી, જેથી વાલીઓ 1થી 9 એપ્રિલ દરમિયાન પ્રવેશ માટે જરૂરી એવો બાળકના જન્મનો દાખલો, સરનામાનો પુરાવો, આધારકાર્ડ, ફોટો, જાતિનો દાખલો, બેંક એકાઉન્ટની વિગતો સહિતના પુરાવા એકઠા કરી શકે. હવે આજથી 22 એપ્રિલ સુધીમાં ઑનલાઈન ફોર્મ ભરવાનું હશે. જેમાં તમામ અસલી ડૉક્યુમેન્ટના ફોટો અથવા PDF ફૉર્મેટમાં અપલોડ કરવાના રહેશે. જે બાદ ઑનલાઈન ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. તથા 25થી 27 એપ્રિલ દરમિયાન જે અરજીમાં ક્વેરી જણાશે, તો અરજદારને જરૂરી ડૉક્યૂમેન્ટ રજૂ કરવાની તક આપવામાં આવશે અને 25થી 29 એપ્રિલ દરમિયાન આવા ડૉક્યૂમેન્ટ જમા કરાવનારા અરજદારોની અરજીની પુન: તપાસ કરવામાં આવશે. જે બાદ 3 મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના હેલ્પલાઇન સેન્ટર પર જવાનું રહેશે.


IT રિટર્નની વિગતો માંગવામાં આવી


RTE હેઠળ પ્રવેશ માટે આ વખતે આવકવેરા રિટર્નની વિગતો માંગવામાં આવી છે. સાથે જ જે વાલીઓ આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. પરંતુ જો પ્રવેશ મેળવવા માટે બોગસ દસ્તાવેજ કે ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો તો વાલી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


ગેરરીતિ ન થાય તે માટે તંત્ર એલર્ટ


RTE હેઠળ પ્રવેશ માટેની પ્રક્રિયા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહી છે. જોકે, આ વખતે પ્રવેશ બાબતે તંત્ર દ્વારા કડક વલણ પણ અપનાવવામાં આવ્યું છે. કોઈ પણ વાલી ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતાના બાળકનો પ્રવેશ ન મેળવી જાય અને કોઈ ગરીબ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય, તેને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તેને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ગરબડ કરનાર વાલીઓ સામે કાયદેસરના પગલા લેવાઈ શકે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?