બોલિવુડ અભિનેત્રી પૂજા ભટ્ટ 'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધી સાથે જોડાઈ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:38:29

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી પૂજા ભટ્ટ ઘણા લાબા સમય બાદ જાહેરમાં જોવા મળી હતી. પૂજા ભટ્ટ આજે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઈ ત્યારે સુખદ આશ્ચર્ય સર્જાયું હતું. ભારત જોડો યાત્રાનો આજે 56મો દિવસ છે અને હૈદરાબાદ શહેરમાં નિકળેલી આ યાત્રામાં પૂજા ભટ્ટ પણ રાહુલ ગાંધી સાથે જોડાઈ હતી. પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીની તસવીરો કોંગ્રેસ ટ્વીટ કરી હતી. 


શું પૂજા ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાશે?


ભારત જોડો યાત્રામાં પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધી સાથે જોવા મળતા તેમના કોંગ્રેસમાં એન્ટ્રીને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. પૂજા ભટ્ટ આમ ફિલ્મ જગતથી છેલ્લા ઘણા વર્ષોથી દુર છે. તે અચાનક જ કોંગ્રસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં નજરે પડતા આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂજા ભટ્ટ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે હવે આગામી  દિવસોમાં જોવા મળશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?