દિલ્હીમાં વાયુ પ્રદૂર્ષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી એકદમ ગંભીર હાલતમાં છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ બધા વચ્ચે મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી બચવા માસ્કનો ઉપયોગ કરે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે.
વધતા પ્રદૂષણને લઈ દિલ્હી સરકાર પર કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટી અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરી સરકાર બનાવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આ અંગે ગંભીરતા દાખવવી ખુબ જરૂરી બની ગયું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અનેક પગલા લીધા છે. સમસ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યા છે.
દિલ્હીના CM ગુજરાત-હિમાચલમાં રેવડી આપવામાં વ્યસ્ત છે - માંડવિયા
મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટ્વિટર પર તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી પોતાની રક્ષા કરવા માસ્કનો ઉપયોગ કરે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે. એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનને રિટ્વિટ કરતા માંડવિયાએ પોતાની વાત રજૂ કરી હતી.