ભાજપ નેતાના દીકરાના કારસ્તાનને કારણે દાહોદ લોકસભાના પરથમપુરમાં આવતી કાલે થશે મતદાન, પ્રશ્ન થાય કે આમની સામે પગલા ક્યારે લેવાશે?


  • Published By :
  • Published Date : 2024-05-10 15:18:15

બુથ કેપ્ચરિંગની ઘટના સામાન્ય રીતે ગુજરાતમાં જોવા નથી મળતી.. પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે.. 

દારૂના નશા કરતા સત્તાનો નશો વધારે હતો.. 

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થયું હતું.. શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું, ઈલેક્શન કમિશનની, ચૂંટણીમાં ફરજ નિભાવનાર કર્મચારીઓની તારીફ કરી.. પરંતુ બીજા દિવસે મહિસાગરથી એક વાયરલ થયેલો વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ લોકો વતી મત કરી રહ્યો હતો..! વિજય ભાભોર નશાની હાલતમાં હતો પરંતુ નશા કરતા તેને સત્તાનો નશો વધારે હતો.. 


આવતી કાલે આ બુથ પર ફરી યોજાશે મતદાન

વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે નવી તારીખ જાહેર કરવામાં આવી અને આવતી કાલે બુથ નંબર 220માં મતદાન થવાનું છે. 1200થી વધારે મતદાતાઓ પોતાનો વોટ આપશે.. મતદાન માટે કરવામાં આવતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. 



વિજય ભાભોરના પિતા વિરૂદ્ધ નથી લેવાયા પગલા!

મહત્વનું છે કે આ મામલે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. આ બૂછ પર ફરી એક વખત આવતી કાલે મતદાન થવાનું છે.. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમાં જે જવાબદાર અધિકારીઓ હતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પરંતુ સવાલએ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નેતા વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં નથી આવ્યા.. 


જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો..!

વિજય ભાભોરના પિતા ભાજપમાં છે.. ભારતીય જનતા પાર્ટીને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે પરંતુ હજી સુધી વિજય ભાભોરના પિતા વિરૂધ કોઈ પગલા નથી લેવાયા.. પાર્ટીએ standards સેટ કરવા પડશે કે આવી વસ્તુઓને નહીં ચલાવી લેવામાં આવે.. જો આવી ઘટના બાદ પણ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો કાર્યકર્તાઓમાં ખોટો મેસેજ જઈ શકે છે..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.