ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે મતદાનની તારીખો નજીક લગ્નસરાની જોરદાર સીઝન અને મોટાપાયે લગ્નોના મુહૂર્ત હોવાથી નેતાઑની મૂંઝવણ વધી છે. જોકે નેતાઑના જણાવ્યા મુજબ તેઑ લોકોને સમજાવશે કે, મતદાન કર્યા બાદ જ લગ્નમાં હાજરી આપવા પહોંચજો. પંડિતોના મતે 2, 4 અને 8 ડિસેમ્બરે રાજ્યમાં લગ્ન માટે ખૂબ મુહૂર્ત છે. જેને લઇને આ સમયગાળા દરમિયાન અસંખ્ય લગ્ન યોજાશે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 1 અને 5 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.
22 નવેમ્બર થી લગ્ન સિઝનનો પ્રારંભ
પંડિતોના મતે 22 નવેમ્બરથી ગુજરાતમાં લગ્નસરાની સિઝનનો પ્રારંભ થશે. જે કમુર્તા સુધી ચાલશે. પરંતુ 22 નવેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે મોટી સંખ્યામાં લગ્નો યોજાશે. તેમાં પણ 2જ, 4 અને 8 ડિસેમ્બરએ શુભ મુહૂર્ત હવાથી ધોમ લગ્નગાળો છે. 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન માટે શુભ સમય છે 14 ડિસેમ્બર બાદ એક મહિનો કમુર્તા હશે. 28 નવેમ્બર, 29 અને 2 ડિસેમ્બર, 4 અને 8 ડિસેમ્બર છે. મહત્વનું છે કે, હાલ કોરોના પ્રતિબંધ ન હોવાથી મહેમાનોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળશે.જેને લઇને આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.