દેશના 1,777 ધારાસભ્યો સામે ચાલી રહ્યા છે અપહરણ અને હત્યા સહિતના ક્રિમિનલ કેસ: ADR રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-17 17:48:20

દેશની રાજનિતીમાં મની અને મશલ્સ પાવરનું જોર વધી રહ્યું છે. રાજકારણમાં સરળ અને પ્રમાણિક માણસો માટે જાણે કોઈ સ્થાન જ નથી તેવો માહોલ રાજનિતીમાં જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજકારણીઓએ અડ્ડો જમાવી દીધો છે. ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે  28 રાજ્યોના 1,777 ધારાસભ્યો વિરુદ્ધ છે અપહરણ, હત્યા સહિતના ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. ભારતભરની રાજ્યોની વિધાનસભાઓમાં અંદાજે 44 ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ ચાલે તે  દેશના લોકતંત્ર માટે ચિંતાજનક બાબત ચોક્કસપણે કહીં શકાય. 


કયા રાજ્યમાં કેટલા નેતાઓ પર ક્રિમિનલ કેસ?


ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં દેશભરમાં રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાની તપાસ કરવામાં આવી હતી. ધારાસભ્યોએ ચૂંટણી લડતા પહેલા દાખલ કરેલા સોગંદનામામાંથી ડેટા કાઢવામાં આવ્યો હતો. તેના વિશ્લેષણમાં 28 રાજ્ય વિધાનસભાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવા આપતા 4,033 વ્યક્તિઓમાંથી કુલ 4,001 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યું હતું. જે મુજબ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના 479 ધારાસભ્યો, કોંગ્રેસના 334 ધારાસભ્યો અને આપના 63 ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસ હોવાની જાણકારી મળી છે. ગુજરાતમાં માત્ર 40 ધારાસભ્યો સામે ક્રિમિનિલ કેસ ચાલી રહ્યા છે. કેરળમાં 135 માંથી 95 ધારાસભ્યો ( 70 ટકા ), બિહારમાં 242 માંથી 161 ધારાસભ્યો (67 ટકા), દિલ્હીમાં 70 માંથી 44 ધારાસભ્યો (63 ટકા), મહારાષ્ટ્રમાં 284 માંથી 175 ધારાસભ્યો (62 ટકા), તેલંગાણામાં 72 માંથી 118 ધારાસભ્યો (61 ટકા), અને તમિલનાડુમાં, 224 માંથી 134 ધારાસભ્યો (60 ટકા), દિલ્હીમાં 70 માંથી 37 ધારાસભ્યો (53 ટકા), બિહારમાં 242 માંથી 122 ધારાસભ્યો (50 ટકા), મહારાષ્ટ્રમાં 284 માંથી 114 ધારાસભ્યો (40 ટકા), 79 માંથી 31 ધારાસભ્યો. ઝારખંડમાં (39 ટકા), તેલંગાણામાં 118 માંથી 46 ધારાસભ્યો (39 ટકા) અને ઉત્તર પ્રદેશમાં 403 માંથી 155 (38 ટકા) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધના ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે.


કેટલા ધારાસભ્યો કરોડપતિ છે?


ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)ના એનાલિસિસમાં 4,001 ધારાસભ્યોમાંથી 88 (2 ટકા) અબજોપતિ હોવાનું જણાયું હતું, જેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.223 માંથી 32 (14 ટકા) સાથે કર્ણાટકના ધારાસભ્યોમાં સૌથી વધુ અબજોપતિઓ હતા, ત્યારબાદ 59 માંથી 4 (7 ટકા) સાથે અરુણાચલ પ્રદેશ અને 174 માંથી 10 (6 ટકા) સાથે આંધ્રપ્રદેશ બીજા ક્રમે છે. મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ 100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ધારાસભ્યો હતા. કર્ણાટક તેના 223 ધારાસભ્યો માટે રૂ. 64.39 કરોડની સરેરાશ સંપત્તિ મૂલ્ય સાથે આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ આંધ્ર પ્રદેશ 174 ધારાસભ્યો માટે રૂ. 28.24 કરોડ સાથે અને મહારાષ્ટ્ર 284 ધારાસભ્યો માટે રૂ. 23.51 કરોડ સાથે બીજા ક્રમે છે. તેનાથી વિપરીત, ત્રિપુરામાં તેના 59 ધારાસભ્યો માટે રૂ. 1.54 કરોડ સાથે સૌથી ઓછી સરેરાશ સંપત્તિ હતી, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 293 ધારાસભ્યો માટે રૂ. 2.80 કરોડ અને કેરળમાં 135 ધારાસભ્યો માટે રૂ. 3.15 કરોડની સંપત્તિ હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?