ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગુજરાત રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે જેમાં કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે ભાજપનો એક કથિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદ શહેર ભાજપ ચુંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો મનીષ દોશીએ દાવો કર્યો છે. ભાજપના આ પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ કથિત પત્ર જાહેર કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતા આ પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. ચુંટણી વ્યવસ્થા માટે ભાજપના આ પત્રમાં બુટલેગરોઓનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે ભાજપનો આ કથિત પત્ર વાયરલ થઈ રહ્યો છે
આ કથિત પત્રથી ઊભા થયા સવાલો
ભાજપના કથિત પત્રમાં કેટલી સત્યતા ?
શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની ચુંટણીમાં મદદ લે છે ?
અમદાવાદ ભાજપના નેતાઓ પાસે આનો કોઈ જવાબ હશે ?
શું ભાજપને બદનામ કરવા આ આ પત્ર ખોટી રીતે વાયરલ કરાઇ રહ્યો છે ?
આક્ષેપોની રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે પણ આ ચુંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ વચ્ચે ગુજરાતની જનતાના મુદ્દાઓ રાજનેતાઓ ભૂલી ન જાય તો સારું