ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી હોય છે... અનેક બેઠકો ચર્ચા માટે જાણીતિ બની ગઈ છે.. એક બેઠક છે બનાસકાંઠા, બીજી છે રાજકોટ અને ત્રીજી બેઠક છે ભરૂચ.. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. આ બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે..
ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ કહ્યું કે....
ભરૂચ, બનાસકાંઠા તેમજ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી રહે છે... આ લોકસભા બેઠકોની ચર્ચા જેટલી થાય છે તેટલી ચર્ચાઓ બીજી લોકસભા બેઠકોની નથી થતી.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે નર્મદાની એક સભામાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવા માટે કહ્યું કે ચૈતર વસાવા ગદ્દાર છે, અને તેનાથી કુતરુ તો શું બિલાડું પણ નથી ડરતુ. કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે.
કોંગ્રેસ માટે મનસુખ વસાવાએ વાત કરી કે...
કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું છે તમારા બૂથમાં ચૈતર વસાવાના વોટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે.. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે...મહત્વનું છે કે જ્યારે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી ત્યારે તેમણે મનસુખ વસાવા માટે વાત કરી હતી. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે?