બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નીતિશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત કંઈક આ પ્રકારનું છે. જો RJD+કોંગ્રેસ+લેફ્ટની સીટો જોડવામાં આવે તો સંખ્યા 79+19+16 એટલે કે 114 થાય છે. સ્પષ્ટ છે કે બહુમત માટે 8 ધારાસભ્યોની અછત છે. લાલુ કેમ્પ આ 8 ધારાસભ્યોને ખેંચવા માટે પ્રયાસો કરી રહ્યો છે.
નીતિશ કરી શકે છે વિધાનસભા ભંગ
નીતિશ કુમાર તેમના નિવાસસ્થાને જેડીયુના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. લાલુ યાદવ સત્તાના જાદુઈ આંકડાઓ એકઠા કરે તે પહેલા જ નીતિશ વિધાનસભા ભંગ કરી શકે છે. સત્તા મેળવવા માટે બેઠકોના સમીકરણની વાત કરીએ તો જીતન રામ માંઝીની પાર્ટી HAM પાસે 4 ધારાસભ્યો છે. AIMIM પાસે 1 ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્ય (સુમિત સિંહ) છે. જો લાલુ તેમને પણ લઈ લે તો સંખ્યા 120 થઈ જાય છે. લાલુને હજુ 2 ધારાસભ્યોની જરૂર છે. જ્યારે, સીએમ હાઉસ બાદ રાબડી આવાસમાં પણ ગતિવિધી વધી ગઈ છે. તેમના નજીકના સહયોગી ભોલા યાદવ અને શક્તિ સિંહ યાદવ લાલુને મળવા માટે રાબડીના ઘરે પહોંચ્યા છે. તેમના સિવાય કેટલાક અન્ય ધારાસભ્યો પણ આવી રહ્યા છે.
VIDEO | “People who are trying to hide their sins in the name of dynasty politics, don’t know the meaning of it. What Nitish Kumar said was in a completely different context,” said RJD spokesperson @sshaktisinghydv on Rohini Acharya’s recent tweet. pic.twitter.com/kLPl9KyGOQ
— Press Trust of India (@PTI_News) January 25, 2024
લાલુની પુત્રીની પોસ્ટથી રાજકારણ ગરમાયું
VIDEO | “People who are trying to hide their sins in the name of dynasty politics, don’t know the meaning of it. What Nitish Kumar said was in a completely different context,” said RJD spokesperson @sshaktisinghydv on Rohini Acharya’s recent tweet. pic.twitter.com/kLPl9KyGOQ
— Press Trust of India (@PTI_News) January 25, 2024ઉલ્લેખનિય છે કે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે પોતાના 'X' એકાઉન્ટ પર ત્રણ પોસ્ટ કરી હતી, જેણે બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. મામલો એટલો વધી ગયો કે ખુદ સીએમ નીતિશ કુમારે રોહિણીની પોસ્ટની માહિતી માંગી હતી. જ્યારે મામલો વધી ગયો, ત્યારે રોહિણીએ કોઈ ખુલાસો આપ્યા વિના ચૂપચાપ તેની પોસ્ટ્સ ડિલીટ કરી નાખી હતી.
નીતિશે RJD ક્વોટાના મંત્રીઓના વિભાગો બદલ્યા
JDU અને RJD વચ્ચે વધી રહેલા અંતર વચ્ચે, નીતિશે તાજેતરમાં RJD ક્વોટામાંથી ત્રણ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરબદલ કર્યો હતો. બીજી તરફ જનતા દળ યુનાઈટેડ દ્વારા તેના તમામ ધારાસભ્યોને આગામી કેટલાક દિવસો સુધી પટનામાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી જીતન માંઝીએ પણ પોતાના તમામ ધારાસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવાનો સૂચના આપી હતી.